સચિન તેન્ડુલકરે બાળકોની સારવાર માટે કરી મદદ

Published: 21st August, 2020 13:40 IST | Agencies | Mumbai

બાળકોની મદદ કરવા માટે સચિન ભગવાનના રૂપમાં અમારી સાથે જોડાયો હતો અને બાળકોના સ્વાસ્થ્ય માટે તેણે પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર કોરોનાના આ કપરા કાળમાં અનેક લોકોને મદદ કરી શકે છે અને હવે મુંબઈની એસઆરસીસી ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં તે બાળકોના સ્વાસ્થ્ય માટે મદદ કરી રહ્યો છે. સચિને ૧૪ વર્ષના એક અને બે વર્ષના એક બાળકની સારવાર માટે નાણાકીય મદદ કરી હતી. બન્ને બાળકોના પરિવાર આર્થિક રીતે નબળા છે અને કોરોનાને કારણે તેમને ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. ૧૪ વર્ષના બાળકને ઍક્યુટ ટ્રાન્સવર્સ માયલિટિસ જ્યારે બે વર્ષના બાળકને લિવર ટ્યુમર હતું. હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર સોનુ ઉદાણીએ જણાવ્યું કે ‘બાળકોની મદદ કરવા માટે સચિન ભગવાનના રૂપમાં અમારી સાથે જોડાયો હતો અને બાળકોના સ્વાસ્થ્ય માટે તેણે પણ પોતાનું યોગદાન આપ્યું હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK