સચિનના હસ્તે સાઈનાને BMW કાર ભેટ અપાઈ

Published: 20th August, 2012 09:06 IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે લંડન ઓલિમ્પિક્સમાં ભારતને કાંસ્ય પદક અપાવનારી બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની સિદ્ધીને બિરદાવતા તેને એક બીએમડબ્લ્યુ કાર ભેટમાં આપી હતી.

 

sachin-sainaહૈદરાબાદ : તા. 20 ઓગષ્ટહૈદરાબાદ ખાતે આયોજીત એક સમ્માન સમારોહમાં સચિન તેંડુલકરે સાઈનાની પ્રશંસા કરતા કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સાઈના પોતાના પ્રદર્શનથી ખુશ છે, પરંતુ સંતુષ્ઠ નહીં. દેશના લોકો પણ સાઈનાના પ્રદર્શનથી સંતુષ્ઠ નથી, કારણ કે તેઓ જાણે છે કે તે હજી પણ વધુ ઉંચાઈ સર કરી શકે છે. ગોપીચંદના વડપણ હેઠળ તેનામાં વધુ સફળતા હાંસલ કરવાની ક્ષમતા છે. સચિને એક ખેલાડી તરીકે સાઈનાએ રમવાનું યથવત રાખવાની સલાહ આપી હતી. 

 

વિડીયો જુઓ નીચેસચિને સાઈનાને બીએમડબલ્યુ કાર ભેટમાં આપી હતી. સાથો સાથ સાઈનાના કોચ પી ગોપીનાથ અને પી વી સિંધૂને પણ એક એક કાર ભેટમાં આપવાની જાહેરાત કરતા સચિને જણાવ્યું હતું કે હજી સાઈના અને તેના કોચનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હજી બાકી છે. અમે પણ તે જોવા ભારે આતુર છીએ. સચિને કહ્યું હતું કે સાઈનાએ અપાવેલો કાંસ્ય પદક ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત સચિને લંડન ઓલિમ્પિક્સમાં પદક જીતનાર તમામ વિજેતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતાં અને સમ્માનના હકદાર ગણાવ્યા હતાં.

 

વિડીયો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK