Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જ્યારે સચિન તેન્ડુલકર વડાપાંઉ ખાતા હતા ત્યારે અચાનક કોણ આવ્યું?

જ્યારે સચિન તેન્ડુલકર વડાપાંઉ ખાતા હતા ત્યારે અચાનક કોણ આવ્યું?

08 September, 2020 03:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જ્યારે સચિન તેન્ડુલકર વડાપાંઉ ખાતા હતા ત્યારે અચાનક કોણ આવ્યું?

ફોટો સૌજન્યઃ સચિન તેન્ડુલકર ઈન્સ્ટાગ્રામ

ફોટો સૌજન્યઃ સચિન તેન્ડુલકર ઈન્સ્ટાગ્રામ


ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકર ફૂડી છે એ દરેકને ખબર છે. તેમના ફેવરેટ વડાંપાઉ છે. સોશ્યલ મીડિયામાં એક્ટિવ સ્પોર્ટ્સ સેલિબ્રિટીમાંના તે એક છે. હાલમાં જ તેમણે એક ફોટો અપલોડ કર્યો જેમાં તેમણે કૅપ્શન આપી કે, ‘વડાપાંઉ મારો ફેવરેટ નાસ્તો હતો, છે અને હંમેશા રહેશે.’




ફોટામાં તે વડાપાંઉમાં મીઠી ચટણી ઉમેરતા દેખાય છે. તેમણે આગળ લખ્યું કે, ‘આ સમયે એક અનપેક્ષિત વીઝીટર પણ આવ્યા હતા, જેને જોવા માટે ફોટો સ્વાઈપ કરો.’ બીજો ફોટો એક બિલાડીનો હતો.

ઑગસ્ટમાં સચિન તેન્ડુલકરની માતા રજનીનો 83મો જન્મદિવસ હતો, પરંતુ કોરોનાવાયરસ મહામારીને લીધે તેઓ મળી શક્યા નહોતા. તેમણે બર્થડે સેલિબ્રેશન વર્ચ્યુઅલી કર્યું હતું.


આ સેલિબ્રેશનમાં ભાઈ અજીત, નીતિન, બહેન અને અન્ય કુટુંબીઓ વીડિયો કોલમાં જોડાયા હતા. તેમણે આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર પણ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK