Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૂર્યકુમાર, ઈશાન ને તેવટિયાને સચિને આપ્યાં અભિનંદન

સૂર્યકુમાર, ઈશાન ને તેવટિયાને સચિને આપ્યાં અભિનંદન

22 February, 2021 03:23 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૂર્યકુમાર, ઈશાન ને તેવટિયાને સચિને આપ્યાં અભિનંદન

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર


ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટી૨૦ મૅચની સિરીઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને રાહુલ તેવટિયાને સ્થાન મળતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે આ ત્રિપુટીને અભિનંદન આપ્યાં હતાં.

અભિનંદન આપતાં તેન્ડુલકરે કહ્યું કે ‘ઈશાન કિશન, રાહુલ તેવટિયા અને સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયા માટે પહેલી વાર રમવાની તક મળી એ બદલ અભિનંદન. ઑસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરવાની તક ચૂકી ગયેલા વરુણ ચક્રવર્તીને પણ અભિનંદન. પોતાના દેશ માટે રમવું કોઈ પણ ક્રિકેટર માટે ગર્વની વાત હોય છે. સફળ થાઓ.’



ચક્રવર્તી પર શુભેચ્છાઓનો વરસાદ


સચિન તેન્ડુલકર ઉપરાંત કલકત્તા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ કૅપ્ટન દિનેશ કાર્તિકે પણ વરુણ ચક્રવર્તીને તેમ જ હરભજન સિંહ, ઇરફાન પઠાણ, આર. પી. સિંહે પણ આ યુવા પ્લેયરોને શુભેચ્છા પાઠવી હતી.

કૅપ્ટન વિરાટ સાથે ડ્રેસિંગરૂમ શૅર કરવા તેવટિયા ઉત્સુક


ઇંગ્લૅન્ડ સામે ઇન્ડિયાની ટી૨૦ ટીમમાં સ્થાન મળતાં રાહુલ તેવટિયા ખુશખુશાલ થઈ ગયો હતો. પોતાનું ટીમ ઇન્ડિયા માટે સિલેક્શન થયા બાદ રાહુલ તેવટિયાએ કહ્યું કે ‘હું આઇપીએલમાં વિરાટ કોહલી સામે રમ્યો છું, પણ હવે હું ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેની સાથે રમીશ અને તેની તેમ જ વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ સાથે ડ્રેસિંગરૂમ શૅર કરીશ. મારાથી હવે રાહ નથી જોવાતી. સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે તેઓ કઈ રીતે રમે છે અને સફળ થાય છે એ તેમની પાસેથી મારે શીખવાનું રહેશે.’

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2021 03:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK