Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિનની કરીઅરને આજે પૂરાં થયાં બાવીસ વર્ષ

સચિનની કરીઅરને આજે પૂરાં થયાં બાવીસ વર્ષ

15 November, 2011 10:23 AM IST |

સચિનની કરીઅરને આજે પૂરાં થયાં બાવીસ વર્ષ

સચિનની કરીઅરને આજે પૂરાં થયાં બાવીસ વર્ષ






સચિનને એ ટેસ્ટના પ્રથમ દાવમાં કૅપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાન્તે (જેઓ અત્યારે ચીફ સિલેક્ટર છે) એક જ ઓવર આપી હતી જેમાં સચિને ૧૦ રન આપ્યા હતા અને તેને વિકેટ નહોતી મળી. પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં સચિનને ૪ ઓવર કરવા મળી હતી જેમાં તેને વિકેટ નહોતી મળી, પરંતુ તેણે ફક્ત ૧૫ રન આપ્યા હતા. ડ્રૉ થયેલી એ ટેસ્ટની સેકન્ડ ઇનિંગ્સમાં સચિનની બૅટિંગ જ નહોતી આવી.


સચિન પરના પ્રેશર વિશે કપિલ શું કહે છે?


સચિન તેન્ડુલકર મિડિયાના ભારે પ્રેશરને કારણે જ વારંવાર ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ચૂકી જાય છે એવા મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા દિવસ આપેલા મંતવ્ય વિશે ગઈ કાલે ડર્બનમાં ‘મિડ-ડે’એ પૂછતાં કપિલે કહ્યું હતું કે ‘સચિન પર ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી માટેનું પ્રેશર ન નાખવા ધોનીએ મિડિયાને અપીલ કરી છે, પરંતુ હું તો પૂછું છું કે સચિન ક્યારે પ્રેશરમાં નથી હોતો એ તો કહો? તે ૧૬ વર્ષનો હતો ત્યારથી આપણે બધા તેના પર પ્રેશર નાખીએ છીએ. તેને સર ડૉન બ્રૅડમૅન સાથે સરખાવીને અને બીજી રીતે તેના પર આપણે દબાણ નાખીએ છીએ. તેન્ડુલકર હંમેશાં દબાણ હેઠળ હોય છે. મને તો લાગે છે કે તે પ્રેશરમાં જ સારું રમી શકે છે. બીજી રીતે કહું તો તેને પ્રેશરનો બોજ ખમવો ગમે છે.’

સચિનની ૫૧માંથી માત્ર ૧૩ સદી સેકન્ડ ઇનિંગ્સમાં

કલકત્તા: સચિન તેન્ડુલકર આઠ મહિનાથી ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી માટે કરોડો ચાહકોને રાહ જોવડાવી રહ્યો છે. ગઈ કાલે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં પણ તે આ સિદ્ધિ ન મેળવી શક્યો અને આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો સેકન્ડ ઇનિંગ્સમાં પણ કદાચ નહીં મેળવે.

સચિને કુલ ૫૧માંથી માત્ર ૧૩ સેન્ચુરી ટેસ્ટના બીજા દાવમાં ફટકારી છે. બાકીની ૩૮ સેન્ચુરી ફસ્ર્ટ ઇનિંગ્સમાં થઈ છે.

તેણે ટેસ્ટની સેકન્ડ ઇનિંગ્સમાં સદી ફટકારી હોય એવું છેલ્લે ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ના દિવસે સાઉથ આફ્રિકા

સામે સેન્ચુરિયનમાં બન્યું હતું જેમાં તેણે તેના અણનમ ૧૧૧ રન ભારતને એક ઇનિંગ્સની હારથી નહોતા બચાવી શક્યા.

જોકે ઑક્ટોબર ૨૦૦૨માં કલકત્તામાં સચિને વેસ્ટ ઇન્ડીઝ સામે સદી (૧૭૬ રન, ૨૯૮ બૉલ, ૨૬ ફોર) ફટકારી હતી. એ મૅચ તો ડ્રૉ થઈ હતી, પરંતુ ફરી એ જ સ્થળે કૅરિબિયનો સામેની તેની ૧૦૦મી ઇન્ટરનૅશનલ સદીથી ભારત કદાચ જીતી પણ શકે. Whatsapp-channel Whatsapp-channel

15 November, 2011 10:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK