logo માટે IPLની બે ‘રૉયલ’ ટીમ વચ્ચે વિવાદ

Published: Sep 08, 2020, 16:57 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

IPLનું શેડ્યૂલ જાહેર થતા જ રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ‘લોગો’ના વપરાશ માટે થઈને આમને સામને થઈ છે, જોકે આ વિવાદ કોર્ટમાં નહીં પરંતુ સોશ્યલ મીડિયા પુરતો જ છે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)નું શેડ્યૂલ જાહેર થતા જ રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ‘લોગો’ના વપરાશ માટે થઈને આમને સામને થઈ છે, જોકે આ વિવાદ કોર્ટમાં નહીં પરંતુ સોશ્યલ મીડિયા પુરતો જ છે.

સોશ્યલ મીડિયામાં રાજસ્થાન રૉયલ્સે (RR) રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને સાચો લોગો વાપરવાની સલાહ આપી હતી, આ સામે આરસીબીએ પણ જવાબ આપ્યો હતો.

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની આરસીબી ઉપર ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથની કૅપ્ટન્સીની રાજસ્થાન રૉયલ્સે આરોપ મૂક્યો કે તેમણે RRનો જ જૂનો લોગો વાપર્યો છે. આ સામે આરસીબીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.

આરસીબીએ પોતાની મેચોનું શેડ્યૂલનો વીડિયો ટ્વીટર ઉપર મૂક્યો હતો.

આ ટ્વીટમાં એકબાજુ આરસીબીનો લોગો હતો અને બીજીબાજુ મેચની હિસાબે વિરોધી ટીમના લોગો બદલાતા હતા. ફેન્સને આ વીડિયોના માધ્યમે પૂછવામાં આવ્યું કે તમને આરસીબી સામે કઈ ટીમ રમે તે ગમે છે. ફેન્સ આ સવાલનો જવાબ આપી જ રહ્યા હતા એવામાં રાજસ્થાન રૉયલ્સે ટ્વીટ કર્યું કે, તેમણે ખોટો લોગો વાપર્યો છે.

આરસીબીએ તરત જ જવાબ આપ્યો, જેમાં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન સંજુ સેમસનના હેલ્મેટ ઉપરનો લોગોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, શું આ લોગો તમારા હિસાબે સાચો નથી?

આ બંને ટીમ એકબીજા સામે ત્રણ ઑક્ટોબરે અબુ ધાબીમાં રમશે, બીજી મેચ 17 ઑક્ટોબરે રમશે. આ બંને મેચ બપોરે જ રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK