Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંતની ચૅલેન્જ સામે રોહિતની સિક્સર

પંતની ચૅલેન્જ સામે રોહિતની સિક્સર

03 April, 2020 06:20 PM IST | Mumbai Desk

પંતની ચૅલેન્જ સામે રોહિતની સિક્સર

પંતની ચૅલેન્જ સામે રોહિતની સિક્સર


રિષભ પંતની ચૅલેન્જ સામે રોહિત શર્માએ જબરદસ્ત સિક્સર ફટકારી છે. રોહિત શર્મા તેની લાંબી સિક્સરો માટે જાણીતો છે એવામાં તેને રિષભ પંત પાસેથી બિગેસ્ટ સિક્સર મારવાની ચૅલેન્જ મળી છે. રોહિત હાલમાં જસપ્રીત બુમરાહ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી રહ્યો હતો. ઇન્સ્ટાગ્રામના લાઇવ સેશનમાં જસપ્રીત બુમરાહે રોહિત શર્માને કહ્યું હતું કે પંત ઇચ્છે છે કે તમારા બે વચ્ચે કોણ લાંબી સિક્સર મારે એની કૉમ્પિટિશન કરવામાં આવે. આ વિશે જવાબ આપતાં રોહિતે કહ્યું હતું કે ‘મેરે સાથ ઉસકો કૉમ્પિટિશન કરની હૈ? એક સાલ હુઆ નહીં ઉસકો ક્રિકેટ ખેલ કે, છક્કે કા કૉમ્પિટિશન લગા રહા હૈ.’

રોહિતે ૩૪૬ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૪૨૩ સિક્સર ફટકારી છે જ્યારે પંતે ૫૬ ગેમમાં ૪૭ સિક્સર મારી છે. એવામાં કોણ આ ચૅલેન્જ જીતી શકે છે એ તો ધારી જ શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 06:20 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK