Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચહલને ડિનર-પાર્ટી આપશે રોહિત

ચહલને ડિનર-પાર્ટી આપશે રોહિત

11 December, 2019 01:53 PM IST | Mumbai Desk

ચહલને ડિનર-પાર્ટી આપશે રોહિત

ચહલને ડિનર-પાર્ટી આપશે રોહિત


મેદાનની બહાર હોય ત્યારે ઇન્ડિયન પ્લેયરો અનેક વાર મજાકમસ્તી કરતા જોવા મળે છે. હાલમાં એવી જ એક મજાકમસ્તી થઈ હતી, જેમાં ખુશ થઈને રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને ડિનર-પાર્ટી આપવાનું પ્રૉમિસ કરી દીધું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની વેબસાઇટ પર રોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની મસ્તીનો એક વિડિયો અપલોડ કર્યો છે. આ વિડિયોમાં રોહિત શર્મા, ચહલ અને યાદવ સાથે રૅપિડ ફાયર રમે છે અને બે સવાલ બાદ ત્રીજો સવાલ કરે છે, ‘એવો કયો બૅટ્સમૅન છે જેની સામે તમે બોલિંગ કરવા નથી માગતા?’ એના જવાબમાં ચહલે રોહિતનું નામ લીધું હતું અને કહ્યું હતું કે ‘આઇપીએલમાં તમારી સામે હું બોલિંગ કરવા નથી માગતો, કેમ કે બધા કહે પણ છે કે જ્યારે તમે ૨૦-૨૫ રન બનાવીને મેદાનમાં ઑલરેડી સેટ થઈ ચૂક્યા હો ત્યારે તમારી સામે બૉલ નાખવો અઘરો થઈ પડે છે, કેમ કે પછી તમે ગ્રાઉન્ડમાં ગમે ત્યાં શૉટ મારી શકો છો.’

આ જવાબ સાંભળીને ચહલ પર ફિદા થયેલા રોહિતે જવાબ આપતાં કહ્યું હતું કે ‘આજે રાતે તને હું ડિનર માટે લઈ જઈશ.’
સામા પક્ષે આ બૉલ ન નાખવાના પ્રશ્નમાં કુલદીપે સૂર્યાકુમારનું નામ લીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 01:53 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK