Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રૅક્ટિસ મૅચમાં ઓપનર રોહિતનો ફ્લૉપ શો

પ્રૅક્ટિસ મૅચમાં ઓપનર રોહિતનો ફ્લૉપ શો

29 September, 2019 09:15 AM IST | આંધ્ર પ્રદેશ

પ્રૅક્ટિસ મૅચમાં ઓપનર રોહિતનો ફ્લૉપ શો

રોહિત શર્મા

રોહિત શર્મા


ભારત અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ સિરીઝ શરૂ થાય એ પહેલાં બોર્ડ પ્રેસિડન્ટ્સ ઇલેવન અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ રમાઈ હતી જેમાં ગઈ કાલે રમાયેલા ત્રીજા અને અંતિમ દિવસે મૅચ ડ્રૉમાં પરિણમી હતી. આશા હતી કે ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકેની જવાબદારી નિભાવનાર રોહિત શર્મા આ મૅચમાં પોતાની ગેમનાં કરતબ બતાવશે, પણ એમ ન થતાં તે બીજા જ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનભેગો થઈ ગયો હતો. વર્નોન ફિલેન્ડરે તેને આઉટ કર્યો હતો.
સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો અને ૬ વિકેટે ૨૭૯ રને દાવ ડિક્લેર કર્યો હતો, જેમાં કૅપ્ટન ઍડન માર્કરમે ૧૦૦ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૮ વિકેટે ૨૬૫ કરી શકી હતી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મૅચ બીજી ઑક્ટોબરથી શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 09:15 AM IST | આંધ્ર પ્રદેશ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK