Rajkot : મેદાન પર ઉતરતાની સાથે જ રોહિત શર્મા આજે મારશે સેન્ચુરી

Published: Nov 07, 2019, 11:15 IST | Rajkot

ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહેલો રોહિત શર્મા આજે એક નવો કીર્તિમાન મેળવવાનો છે. આજે તે બંગલા દેશ સામેની બીજી ટી૨૦ મૅચ રમીને પોતાની ટી૨૦-કરીઅરની ૧૦૦મી મૅચ રમવાનો છે.

રોહિત શર્મા રાજકોટની પિચનું નિરીક્ષણ કરી રહ્યો છે
રોહિત શર્મા રાજકોટની પિચનું નિરીક્ષણ કરી રહ્યો છે

(આઇ.એ.એન.એસ) ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહેલો રોહિત શર્મા આજે એક નવો કીર્તિમાન મેળવવાનો છે. આજે તે બંગલા દેશ સામેની બીજી ટી૨૦ મૅચ રમીને પોતાની ટી૨૦-કરીઅરની ૧૦૦મી મૅચ રમવાનો છે. રોહિત અને મહેન્દ્ર સિંહ ધોની એક સમયે મૅચ રમવાની સંખ્યામાં સરખેસરખા હતા, પણ ધોની છેલ્લા કેટલાક સમયથી ટીમમાં સામેલ થઈ રહ્યો ન હોવાથી રોહિત આગળ નીકળી ગયો છે.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

ભારતની મહિલા ક્રિકેટર હરમનપ્રીતે પણ 100 ટી20 મેચ રમીને આ સિદ્દી મેળવી છે
પાકિસ્તાનનો શોએબ મલિક અત્યાર સુધી ૧૧૧, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે ૧૦૦ પૂરી કર્યા બાદ આ સેન્ચુરિયન ક્લબમાં સામેલ થનારો રોહિત ત્રીજો પ્લેયર બનશે. અત્યાર સુધી ૯૯ ટી૨૦ રમી ચૂકેલા રોહિતે કુલ ૨૪૫૨ રન પોતાના ખાતામાં ઉમેર્યા છે. રનની સંખ્યામાં પણ તેણે વિરાટ કોહલીને પાછળ મૂકી દીધો છે. આજની મૅચમાં રોહિતના બૅટથી કેટલા રન નીકળે છે એ જોવાનું રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK