World Cup 2019:રોહિત શર્માનું ભાવુક ટ્વિટ, કહ્યું...

મુંબઈ | Jul 12, 2019, 13:04 IST

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માટે આ વખતનો વર્લ્ડ કપ ધમાકેદાર રહ્યો છે. જો કે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલ મેચમાં ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો.

World Cup 2019:રોહિત શર્માનું ભાવુક ટ્વિટ, કહ્યું...

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માટે આ વખતનો વર્લ્ડ કપ ધમાકેદાર રહ્યો છે. જો કે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલ મેચમાં ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો. રોહિત શર્મા પોતે પણ એક રન પર આઉટ થઈ ગયા. ત્યારે હિટમેને સેમીફાઈનલની હાર બાદ પહેલીવાર પોતાના ફેન્સ માટે મેસેજ આપ્યો છે. રોહિત શર્માએ ટ્વિટ કરીને ટીમની ભૂલ માાની અને હારનું દુઃખ પણ વ્યક્ત કર્યું. સાથે જ ફેન્સનો આભાર પણ માન્યો.

રોહિત શર્માએ પોતાના ટ્વિટમાં લખ્યું,'એક ટીમ તરીકે અમે મહત્વના સમયે પર્ફોમ કરવામાં નિષ્ફ રહ્યા. 30 મિનિટના ખરાબ ક્રિકેટે અમારી પાસેથી કપ જીતવાની આશા છીનવી લીધી. મને ખૂબ જ દુઃખ થયું છે અને વિશ્વાસ છે કે તમને પણ થયું હશે. વિદેશમાં અમને જબરજસ્ત સમર્થન મળ્યું. ઈંગ્લેન્ડમાં અમે જ્યારે પણ જ્યાં પણ રમ્યા ત્યાં સ્ટેડિયમને વાદળી રંગે રંગવા માટે તમારો આભાર.'

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવાની દાવેદાર મનાઈ રહી હતી. ટીમ ઈન્ડિયા ફક્ત એક જ લીગ મેચ હારીને પોઈન્ટ ટેબલમાં નંબર વન હતી. જો કે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ Sunil Gavaskar:જુઓ પહેલા લિટલ માસ્ટરના અનસીન ફોટોઝ

હવે 14 જુલાઈએ રવિવારે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. આ વખતે ક્રિકેટને નવો વર્લ્ડ ચેમ્પિયન મળશે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ બંને ફાઈનલ રમી રહ્યા છે, હજી સુધી આ બંનેમાંથી કોઈ પણ ટીમ વર્લ્ડ કપ નથી જતી શકી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK