વિરાટની ગેરહાજરીમાં ટીમને આગળ લઈ જવાની જવાબદારી મારી : રોહિત

Published: Nov 03, 2019, 12:14 IST | નવી દિલ્હી

રોહિત શર્માએ આ વિશે કહ્યું હતું કે ‘મારું કામ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમને આગળ લઈ જવાનું છે. હું નિયમિત કૅપ્ટન નથી, હું માત્ર વિરાટ હેઠળ ટીમે જે લય મેળવી છે એને જાળવી રાખવાનું કામ કરીશ

રોહિત શર્મા ટીમ સાથે
રોહિત શર્મા ટીમ સાથે

બંગલા દેશ સામેની પ્રથમ ટી૨૦ મૅચની પૂર્વસંધ્યાએ ટી૨૦ ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી અને પોતાના અને ટીમ બાબતના મત પ્રગટ કર્યા હતા.
રોહિત શર્માએ આ વિશે કહ્યું હતું કે ‘મારું કામ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમને આગળ લઈ જવાનું છે. હું નિયમિત કૅપ્ટન નથી, હું માત્ર વિરાટ હેઠળ ટીમે જે લય મેળવી છે એને જાળવી રાખવાનું કામ કરીશ. આ પહેલાં પણ મને જ્યારે કપ્તાની મળી છે ત્યારે મારું ધ્યેય વિરાટે ટીમ માટે જે પણ કર્યું એ મોમેન્ટમ કાયમ રાખવાનું હતું.’
બંગલા દેશની ટીમનાં વખાણ કરતાં રોહિતે કહ્યું હતું કે ‘બંગલા દેશની ટીમ છેલ્લા કેટલાક સમયથી સારું પર્ફોર્મ કરી રહી છે, ખાસ કરીને અમારી સામે. આ ટીમમાં અમને પ્રેશરમાં મૂકવાની ક્ષમતા છે. હા, શાકિબ અને તમિમ જેવા મહત્ત્વના પ્લેયર તેમની આ ટીમમાં નથી છતાં તેઓ સારો પર્ફોર્મન્સ આપી શકે છે.’
રોહિતે જણાવ્યા પ્રમાણે પ્લેઇંગ ઇલેવનમાં સંજુ સૅમસન અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. સંજુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં સારું પ્રદર્શન કરતો આવ્યો છે. જ્યારે શિવમે છેલ્લા એક વર્ષમાં સારું પ્રદર્શન કરીને નામ બનાવ્યું છે. પિચ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ત્રણ સ્પિનર્સ રમાડવા કે ત્રણ ફાસ્ટ બોલર્સ એના પર પણ નિર્ણય લેવામાં આવશે.

આ પણ જુઓઃ 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

રોહિતે શૅર કરી ઝલાટન મૂવમેન્ટ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના તૂફાની બૅટ્સમૅન રોહિત શર્માએ તાજેતરમાં એક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો, જેને તેણે ઝલાટન મૂવમેન્ટ ગણાવી હતી. વાસ્તવમાં આ ફોટોમાં રોહિત સાથે રવીન્દ્ર જાડેજા અને ઇશાન્ત શર્મા પણ છે. આ ફોટો સાથે રોહિતે ટ્વીટ કરી હતી, ‘અમારી સાથે ઝલાટન છે. વાતો કરીને સારું લાગ્યું.’
વાસ્તવમાં ઝલાટન ઇબ્રાહિમોવિચ એક ફુટબૉલ પ્લેયર છે જેની હેરસ્ટાઇલ અને ઇશાન્ત શર્માની હેરસ્ટાઇલ લગભગ સરખી છે એટલે રોહિતે આ ફોટોમાં ઇશાન્તને ઝલાટન કહીને સંબોધ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK