Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્મા-મનીષ પાંડે બંને એ સદી ફટકારી

રોહિત શર્મા-મનીષ પાંડે બંને એ સદી ફટકારી

31 October, 2014 03:33 AM IST |

રોહિત શર્મા-મનીષ પાંડે બંને એ સદી ફટકારી

રોહિત શર્મા-મનીષ પાંડે બંને એ સદી ફટકારી



rohit sharma



રવિવારથી શરૂ થનારી પાંચ વન-ડેની સિરીઝ પહેલાં ગઈ કાલે બ્રેબર્ન સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર અનઑફિશ્યલ વન-ડે મૅચમાં ઇન્ડિયા-Aએ ૮૮ રનથી શાનદાર જીત મેળવી હતી. ઇન્જરી બાદ ફરી ટીમમાં સ્થાન મેળવવા તત્પર રોહિત શર્મા અને લંકન સિરીઝમાં પહેલી વાર ટીમમાં પસંદ થયેલા મનીષ પાંડેએ શાનદાર સેન્ચુરી ફટકારીને તેમનો દાવો મજબૂત કર્યો હતો. રોહિત શર્મા (૧૧૧ બૉલમાં એક સિક્સર અને ૧૮ ફોર સાથે ૧૪૨ રન) અને મનીષ પાંડે (૧૧૩ બૉલમાં એક સિક્સર અને ૧૫ ફોર સાથે અણનમ ૧૩૫ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૨૧૪ રનની પાર્ટનરશિપને લીધે ઇન્ડિયા-Aએ ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૮૨ રન ખડકી દીધા હતા. ઉત્મુક્ત ચંદે ૫૪ અને કૅપ્ટન મનોજ તિવારીએ ૩૬ રન બનાવ્યા હતા.

જવાબમાં શ્રીલંકન ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૯૪ રન જ બનાવી શકી હતી અને એનો ૮૮ રને પરાજય થયો હતો. શ્રીલંકા વતી ઉપુલ થરંગાએ સૌથી વધુ ૭૬ રન બનાવ્યા હતા. કુમાર સંગકારા ૩૪ અને માહેલા જયવર્દને ૩૩ રન બનાવીન આઉટ થયા હતા. ઇન્ડિયા-A વતી કર્ણ શર્માએ સૌથી વધુ ૪૭ રનમાં ૪ તથા ધવલ કુલકર્ણી અને પરવેઝ રસૂલે ૨-૨ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2014 03:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK