ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં છોડીને રોહિત શર્મા પહોચ્યો મુંબઈ !

Jul 13, 2019, 16:32 IST

વર્લ્ડ કપ 2019માં સૌથી વધારે સેન્ચુરી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવનાર રોહિત શર્મા મુંબઈ પહોંચી ગયો છે જો કે હાલ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં જ છે.

રોહિત શર્મા પહોચ્યો મુંબઈ
રોહિત શર્મા પહોચ્યો મુંબઈ

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા સેમી ફાઈનલમાં ન્યુ ઝીલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયા અલગ અલગ જોવા મળી રહી છે. સેમી ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ઉપકપ્તાન  અને ઓપનર રોહિત શર્મા સૌથી વધુ નિરાશ જોવા મળી રહ્યા છે. ધોની પણ આઉટ થયા પછી ઘણો નિરાશ જોવા મળી રહ્યો હતો. રોહિત શર્માએ વર્લ્ડ 2019માં 5 સેન્ચુરી અને 1 હાફ સેન્ચુરી સાથે 600 કરતા વધારે રન ફટકાર્યા હતા. રોહિત શર્મા સેમિ ફાઈનલમાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 1 રને આઉટ થયો હતો. 

 
 
 
View this post on Instagram

#rohitsharma takes the drivers seat as he heads back home #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onJul 12, 2019 at 10:13pm PDT

વર્લ્ડ કપ 2019માં સૌથી વધારે સેન્ચુરી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવનાર રોહિત શર્મા મુંબઈ પહોંચી ગયો છે જો કે હાલ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં જ છે. શનિવારે ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા પોતાના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો જ્યારે ભારતીય ટીમના બાકી સભ્યો હજુ માન્ચેસ્ટરમાં છે અને 14 જુલાઈએ ભારત પરત ફરશે. કેટલાક પ્લેયર્સ દિલ્હી તો કેટલાક મુંબઈ એમ અલગ-અલગ પહોંચશે, ટિકિટોના કારણે ટીમના આવવામાં મોડું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રોહિત શર્માના એકલા મુંબઈ પહોંચવાને લઈને ઘણા સવાલ ઉભા થયા છે. વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ભાગલા પડ્યા હોય તેવુ પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: 

સેમી ફાઈનલમાં 18 હારથી હાર બાદ સ્ટાર ઓપનર ઘણો નિરાશ જોવા મળ્યો હતો. આ પહેલા રોહિત શર્માએ ફેન્સ માટે એક ઈમોશનલ પોસ્ટ પણ કરી હતી. રોહિતે લખ્યું હતું કે, જ્યારે ટીમને બેસ્ટ પ્રદર્શન આપવાનું હતુ ત્યારે જ અમે આઉટ થઈ ગયા. 30 મિનિટના ખરાબ પ્રદર્શનને કારણે અમે વર્લ્ડ કપના સપનાથી દૂર થઈ ગયા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK