World Cup 2019 માં સૌથી વધુ રનના મામલે રોહિત શર્મા ટોચના સ્થાને

London | Jul 02, 2019, 20:01 IST

બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્માએ 104 રનની આક્રમક ઇનીંગ રમી હતી. આ ઇનીંગના પગલે તેણે વર્લ્ડ કપ 2019માં 544 રન પર પહોંચી ગયો હતો. આમ તે વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન કરનારની યાદીમાં સૌથી પહેલા સ્થાને પહોંચી ગયો છે.

World Cup 2019 માં સૌથી વધુ રનના મામલે રોહિત શર્મા ટોચના સ્થાને
રોહિત શર્મા

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 રોહિત શર્માએ ફરી મેદાન પર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરતો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્માએ 104 રનની આક્રમક ઇનીંગ રમી હતી. આ ઇનીંગના પગલે તેણે વર્લ્ડ કપ 2019માં 544 રન પર પહોંચી ગયો હતો. આમ તે વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન કરનારની યાદીમાં સૌથી પહેલા સ્થાને પહોંચી ગયો છે અને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો હતો.


આ સદીની સાથે રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019 માં ચોથી સદી ફટકારી હતી. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રનની વાત કરીએ તો ડેવિડ વોર્નરે 8 મેચમાં કુલ 516 રન કર્યા છે. ત્યાર બાદ ઓસ્ટ્રલિયન સુકાની એરોન ફિન્ચના નામે 504 રન છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન
રોહિત શર્મા : 544
ડેવિડ વોર્નર : 516
એરોન ફિન્ચ : 504
શાકિબ : 476
જો રૂટ : 476

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાના મામલે સચિન સૌથી આગળ
વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન કરવાની વાત કરવામાં આવે તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અત્યારે સૌથી આગળ છે. તેણે વર્ષ 2003ના વર્લ્ડ કપમાં 673 રન ફટકાર્યા હતા. આ સાથે સચિનના નામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ હજુ સુધી અકબંધ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK