રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં 2500થી વધુ રન કરનાર વિશ્વનો પહેલો ક્રિકેટ બન્યો

Published: Nov 08, 2019, 19:45 IST | Mumbai

ટીમ ઇન્ડિયાની જીતમાં સુકાની રોહિત શર્મા હિરો રહ્યો હતો અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિત શર્માએ ટી20માં 2500થી વધુ રન કરનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો હતો.

રોહિત શર્મા
રોહિત શર્મા

ટીમ ઇન્ડિયાએ રાજકોટમાં શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને બીજી ટી20 મેચમાં હરાવીને શ્રેણી જીવંત રાખી હતી. ટીમ ઇન્ડિયાની જીતમાં સુકાની રોહિત શર્મા હિરો રહ્યો હતો અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિત શર્માએ ટી20માં 2500થી વધુ રન કરનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો હતો. તો તે ભારત તરફથી 100 ટી20 મેચ રમનાર પહેલો પુરૂષ ખેલાડી બનવાનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે.


ટી20માં 2500થી વધુ રન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો
રોહિત શર્મા (85) ટી20માં 2500+ રન કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. ટી20માં તેના 2537 રન થઇ ગયા છે. 72 મેચમાં 2450 રન સાથે બીજા નંબરે વિરાટ કોહલી છે. ન્યૂઝિલેન્ટના ગુપટીલે 82 મેચમાં 2359 રન કર્યા છે. રોહિતે 22મી વખત 50+નો સ્કોર કર્યો. તે અને કોહલી સૌથી વધુ 22-22 વખત આમ કરી ચૂક્યા છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 153 રન કર્યા. તેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 15.4 ઓવરમાં બે વિકેટે 154 રન કરીને મેચ જીતી લીધી. રોહિત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. શ્રેણી 1-1થી સરભર થઇ ગઇ છે. ત્રીજી અને નિર્ણાયક મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે.લીધી.


સુકાની તરીકે રોહિતે છઠ્ઠી વખત 50+ રન કર્યા
રોહિત શર્માએ ટી20માં સુકાની તરીકે છઠ્ઠી વખત 50+નો સ્કોર કર્યો. કોહલીએ પણ 6 વખત આમ કર્યું છે. રોહિત-ધવનની ચોથી વખત શતકીય ભાગીદારી. વિશ્વમાં કોઇ જોડીએ આવું નથી કર્યું. રોહિતે 10મી વખત 75+નો સ્કોર કર્યો. ક્રિસ ગેઇલ (8) બીજા ક્રમે છે. ચેઝ કરીને ટીમ ઇન્ડિયાની આ 41મી જીત છે, સૌથી વધુ. ઓસ્ટ્રેલિયા (40) બીજા નંબરે. ઓપનર તરીકે રોહિત (2061)ના 2000+ રન થઇ ગયા છે 2019માં. સેહવાગે (2255) 2009માં આમ કર્યું હતું.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ


ભારત તરફથી ત્રણેય ફોરમેટમાં 100મી મેચ રમવાનો રેકોર્ડ કેપ્ટને જ બનાવ્યો

ટેસ્ટ (17 ઓક્ટોબર 1984): સુનીલ ગાવસકર
વન ડે (20 માર્ચ 1987): કપિલ દેવ
ટી20 (7 નવેમ્બર 2019): રોહિત શર્મા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK