Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

02 August, 2019 07:35 PM IST | Mumbai

રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

File Photo

File Photo


Mumbai : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 ઓગસ્ટથી ક્રિકેટ સીરિઝ ચાલુ થઇ રહી છે. ત્યારે 3 ઓગસ્ટથી બંને ટીમ વચ્ચે 3 ટી20 મેચ રમાશે. ત્યારે અત્યારે ભારતીય ટીમમાં સૌથી મોટો ચર્ચાનો વિષય સુકાની વિરાટ કોહલી અને રોહીત શર્મા વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે ક્રિકેટ ચાહકોની નજર રોહિત શર્મા પર છે.

રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં 102 છગ્ગા ફટકાર્યા છે
ટીમ ઇન્ડિયાના ઉપ સુકાની રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવાથી નજીક છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં રોહિત શર્મા વેસ્ટ ઇન્ડિઝના જ વિસ્ફોટક ક્રિસ ગેલના રેકોર્ડ તોડવાથી નજીક છે. રોહિત અત્યાર સુધી કુલ 94 ટી20 મેચ રમી છે. જેમાં કુલ 102 છગ્ગા ફટકાર્યા છે. તો ક્રિસ ગેલે ટી20 ક્રિકેટમાં 105 છગ્ગા ફટકારી ચુક્યો છે. ક્રિકેટ ચાહકો એવું કહી રહ્યા છે કે રોહિત શર્મા વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી જ મેચમાં આ રેકોર્ડ તોડી દેશે.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ક્રિસ બેલ બાદ માર્ટિન ગપ્ટિલે 103 છગ્ગા ફટકાર્યા છે
ગેઇલે
58 મેચમાં 105 સિક્સર મારી છે. ક્રિસ ગેઇલ બાદ ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલનું નામ છે અને તેણે 76 મેચોમાં 103 સિક્સર મારી છે. ગેઇલ ભારત સામેની સિરિઝમાં નથી રમી રહ્યો કારણ કે તેને ટી20 મેચો માટે આરામ આપવાનો છે. તેઓ ભારત સામે વનડે સિરિઝ રમશે અને આ તેની છેલ્લી વનડે સિરિઝ હશે. રોહિતના નામે ટી20 મેચોમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. રોહિતે 32.37ની સરેરાશથી કુલ 2331 રન બનાવ્યા છે. આમાં ચાર શતક અને 16 અર્ધશતકનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2019 07:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK