World Cup 2019 : રોહિત શર્માએ ક્રિકેટના ઇતિહાસમાં રચ્યો ઇતિહાસ, છોડ્યા બધાને પાછળ

London | Jul 02, 2019, 18:16 IST

વર્લ્ડ કપ 2019માં ફરી એક રેકોર્ડ ભારતીય ખેલાડીએ પોતાના નામે કર્યો છે. ભારતીય ઓપનર રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારીને ફરી પોતાની કાબેલિયત બતાવી દીધી છે.

World Cup 2019 : રોહિત શર્માએ ક્રિકેટના ઇતિહાસમાં રચ્યો ઇતિહાસ, છોડ્યા બધાને પાછળ
રોહિત શર્મા (PC : ICC)

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ફરી એક રેકોર્ડ ભારતીય ખેલાડીએ પોતાના નામે કર્યો છે. ભારતીય ઓપનર રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારીને ફરી પોતાની કાબેલિયત બતાવી દીધી છે. ત્યારે રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

છગ્ગાના મામલે રોહિત શર્માએ ધોનીએ પાછળ છોડ્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં રોહિત શર્માએ ભારત તરફથી સૌથી વધુ સિક્સ ફટકારનાર ધોનીને પાછળ છોડી દીધો છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 358 છગ્ગા ફટકાર્યા છે. તો બાંગ્લાદેશ સામે બીજી સિક્સ ફટકારતા રોહિતે ધોનીના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 360 છગ્ગા ફટકાર્યા છે. બાંગ્લાદેશ સામેની ઈનીંગમાં ચોથી સિક્સ ફટકારતાની સાથે જ રોહિત શર્મા વનડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 229 ચગ્ગા ફટકાર્યા છે. આ મામલે તેણે ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોનીના નામે વનડે ક્રિકેટમાં 228 છગ્ગા છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી

રોહિત શર્મા 230*
ધોની 228
સચિન તેંડુલકર 195 
બાંગ્લાદેશ વિરુદ્ધ 5 છગ્ગા ફટકાર્યા બાદ આ આંકડા 

 આ પણ જુુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી

રોહિત શર્મા 360 છગ્ગા
ધોની 358 છગ્ગા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK