Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માના ઘરે નવા મહેમાનનું સ્વાગત

રોહિત શર્માના ઘરે નવા મહેમાનનું સ્વાગત

14 February, 2019 02:45 PM IST |

રોહિત શર્માના ઘરે નવા મહેમાનનું સ્વાગત

રિતિકા સજદેહ સાથે સીમા ખાન

રિતિકા સજદેહ સાથે સીમા ખાન


ટીમ ઈન્ડિયાના ઑપનર રોહિત શર્માના ઘરે એક સુંદર પરીનો જન્મ થયો છે. એમની પત્ની રિતિકા સાજદેહે રવિવારે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે.

રિતિકાની કઝિન સીમા ખાને ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી છે. બતાવી દઈએ કે અભિનેતા અને નિર્માતા સોહેલ ખાનની પત્ની છે. સીમાએ ઈન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપતા લખ્યું 'Baby Girl, Masi Again' આ ઈન્સ્ટાસ્ટોરીમાં સીમાએ રિતિકાને પણ ટેગ કર્યું છે.



જ્યાં ક્રિકેટરોના દરેક ખેલાડી દરેક સમયે મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. જે રોહિત અને રિતિકા શર્માએ પ્રેગ્નેન્સીના સમાચાર દુનિયાથી છૂપાવી રાખ્યા હતા. જોકે, કેટલાક દિવસો પહેલા રોહિત શર્માએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે ફરી એકવાર પિતા બનવાના છે.


રોહિતે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન માઈકલ ક્લાર્ક સાથે એક પ્રમોશનલ વીડિયોમાં પોતાની પત્નીનો ગર્ભવતી રહેવાનો ખુલાસો કર્યો હતો. ક્લાર્કે વાત કરતા રોહિતને કહ્યું કે, "હું પિતા બનવા માટે હજી રાહ નથી જોઈ શકતો. આ મારા જીવનમાં ગેમ ચેન્જર સાબિત થવાનું છે. હું આતુરતાથી તે સમયની રાહ જોઉં છું જ્યારે મને પિતા બનવાની માહિતી મળશે. આ અમારા જીવનને બદલનાર પળ રહેશે.

રોહિત શર્મા હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયામાં છે, જ્યાં ભારતે 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી વધારો બનાવ્યો છે. પિતા બનવાના સમાચાર બાદ હવે રોહિત શર્મા મુંબઈ પાછા ફરી રહ્યાં છે.


ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. જોકે આ ટેસ્ટ મેચ પણ ભારત જીતશે તો તેની ઐતિહાસિક સીરીઝ જીત હશે. આ મેચ ડ્રો થવાની સ્થિતિમાં પણ ભારત ટેસ્ટ સીરીઝ જીતી જશે, જોકે ઑસ્ટ્રેલિયા ટીમ મેચ જીતી જશે તો સીરીઝ 2-2થી ડ્રો થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 02:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK