ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકરનું કહેવું છે કે ૭ જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મૅચમાં રોહિત શર્મા અને મયંક અગરવાલે ઓપનિંગ કરવી જોઈએ અને ટીમે હનુમા વિહારીને એ મૅચમાંથી ડ્રૉપ કરવો જોઈએ.
પોતાના વિચાર જણાવતાં સુનીલ ગાવસકરે કહ્યું કે ‘મને લાગે છે કે ટીમ ઇન્ડિયાએ રોહિત શર્મા અને મયંક અગરવાલ પાસે ટીમની ઓપનિંગ કરાવવી જોઈએ અને રોહિત આવ્યા પછી શુભમન ગિલને ત્રીજા નંબરે બૅટિંગ માટે મોકલવો જોઈએ અને હનુમા વિહારીને ટીમમાંથી ડ્રૉપ કરવો જોઈએ.’
રોહિત શર્માન આવવાથી ટીમ કયા પ્લેયરને લઈને મેદાનમાં ઊતરે અને કયા પ્લેયરને ડ્રૉપ કરે છે એ પ્રશ્ન માથાનો દુખાવો બની ગયો છે. મયંકે ઑસ્ટ્રેલિયા સામેની બે મૅચની ચાર ઇનિંગમાં ૩૧ રન બનાવ્યા છે, જ્યારે વિહારીએ ત્રણ ઇનિંગમાં ૪૫ રન બનાવ્યા છે. આ ઉપરાંત ગાવસકરે રહાણેની ઐતિહાસિક સેન્ચુરીનાં પણ વખાણ કર્યાં હતાં.
પોતાના પ્લેયર્સને સુરક્ષિત રાખવાનો દરેક બોર્ડને અધિકાર
9th January, 2021 10:22 ISTઑસ્ટ્રેલિયન બોલરે ગેટ લૉસ્ટ કહ્યું હોવાથી અમે ચાલતી પકડેલી: સુનીલ ગાવસકર
2nd January, 2021 10:57 ISTઑસ્ટ્રેલિયન લેજન્ડ દ્વારા રહાણેની કૅપ્ટન્સીનાં વખાણ સાંભળીને ગર્વ થાય છે: સુનીલ ગાવસકર
31st December, 2020 16:22 ISTટીમ મેનેજમેન્ટના ડબલ સ્ટાન્ડર્ડથી ગાવસ્કર નારાજ
25th December, 2020 15:48 IST