ટીમ ઇન્ડિયા અને રોહિતે ખાધું બીફ?
ટીમ ઇન્ડિયાના પાંચ પ્લેયર રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શૉ અને નવદીપ સૈની હોટેલમાં જમવા ગયા હતા એ વિવાદ હજી શાંત પડ્યો નહોતો ત્યાં ક્રિકેટપ્રેમી નવલદીપે ચૂકવેલા હોટેલના બિલની કૉપી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. મુદ્દાની વાત એ કે બિલમાં ખાવા-પીવાની આઇટમમાં બીફ ઍન્ડ પોર્કની એન્ટ્રી હોવાથી એ વધારે પડતું વાઇરલ થયું હતું. આ વાત વાઇરલ થતાં એ સોશ્યલ મીડિયમાં ટ્રેન્ડ કરી રહી હતી. કેટલાક યુઝર્સે તો એવી પણ કમેન્ટ કરી હતી કે રોહિત બીફ અને પોર્ક ખાવામાં વ્યસ્ત છે.