વાતાવરણનો ફાયદો ઉઠાવીને મૅચ જિતાડ્યા બાદ રોહિત શર્મા હવે સિરીઝ જીતવા માગે છે

Published: Nov 09, 2019, 11:40 IST | Mumbai

બાંગ્લાદેશ સામેની બીજી મૅચ જીતીને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ૧-૧ની બરાબરીએ પહોંચી છે. આ મૅચમાં કૅપ્ટન રોહિત શર્મા જે પ્રમાણે રમ્યો હતો એ ખરેખર પ્રશંસનીય હતું.

રોહિત શર્મા
રોહિત શર્મા

(આઇ.એ.એન.એસ.) બાંગ્લાદેશ સામેની બીજી મૅચ જીતીને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ૧-૧ની બરાબરીએ પહોંચી છે. આ મૅચમાં કૅપ્ટન રોહિત શર્મા જે પ્રમાણે રમ્યો હતો એ ખરેખર પ્રશંસનીય હતું. જોકે આ મૅચમાં મહા વાવાઝોડાને કારણે વરસાદ પડવાની પણ ભીતિ હતી, પરંતુ એમ ન થતાં કન્ડિશન સારી રહી અને રોહિત સારી ઇનિંગ રમી શક્યો.

રોહિતે વાતાવરણનો ફાયદો લઇને મેચ જીતાડી
મૅચ વિશે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘મને ખબર હતી કે બૅટિંગ માટે આ ટ્રેક સારો છે. હા, જ્યારે ત્યાં ઝાકળ પડે છે ત્યારે બોલરને ઘણી તકલીફ પડે છે અને હું એનો જ ફાયદો ઉપાડું છું. મને ખબર હતી કે કન્ડિશન પર્ફેક્ટ છે, બસ મારે ટકીને રમવાનું હતું. વળી થોડા દિવસમાં વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ પણ આવી રહી છે.’

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

રોહિતે બોલરોની કરી પ્રશંસા
આ ઉપરાંત રોહિતે મૅચમાં પ્લેયરોએ કરેલી બોલિંગની પણ ભારોભાર પ્રશંસા કરી હતી. આવતી કાલે રમાનારી છેલ્લી ટી૨૦ મૅચ જીતીને ભારત આ સિરીઝ પોતાના નામે કરવાની તૈયારી ધરાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK