Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માના ધમાકેદાર 264 રન, શ્રીલંકા માત્ર 251 ઓલઆઉટ

રોહિત શર્માના ધમાકેદાર 264 રન, શ્રીલંકા માત્ર 251 ઓલઆઉટ

14 November, 2014 03:40 AM IST |

રોહિત શર્માના ધમાકેદાર 264 રન, શ્રીલંકા માત્ર 251 ઓલઆઉટ

રોહિત શર્માના ધમાકેદાર 264 રન, શ્રીલંકા માત્ર 251 ઓલઆઉટ








દસ સપ્તાહ બાદ રોહિત શર્મા પોતાની પ્રથમ ઇન્ટરનૅશનલ વન-ડે રમ્યો હતો. શરૂઆતમાં ઍન્જેલો મૅથ્યુઝની એક ઓવર તેણે મેઇડન પણ કાઢી હતી, પરંતુ ઇનિંગ્સ પૂરી થઈ ત્યારે પરિસ્થિતિ ભિન્ન હતી. મેદાનના દરેક ભાગમાં તેણે શૉટ ફટકાર્યા હતા. કોઈ પણ બોલરને તેણે છોડ્યો નહોતો. વિશ્વના કોઈ પણ વન-ડે બૅટ્સમૅન કરતાં ૪૫ વધુ રન કરીને તેણે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૭૩ બૉલમાં ૨૬૪ રન ફટકારીને તે ઇનિંગ્સના છેલ્લા બૉલે આઉટ થયો હતો. પરિણામે ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટે ૪૦૪ રન કર્યા હતા.

આ વન-ડેમાં શ્રીલંકાને ભારતે ૧૫૩ રને હરાવી દીધું હતું. પાંચ મૅચોની સિરીઝમાં ટીમ ઇન્ડિયા ૪-૦થી આગળ છે. શ્રીલંકાની ટીમ માત્ર ૨૫૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ધવલ કુલકર્ણીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આમ રોહિત શર્મા જેટલા રન પણ શ્રીલંકાની ટીમ નહોતી બનાવી શકી. ૨૬૪ રનની ઇનિંગ્સમાં તેણે ૩૩ ચોક્કા તથા ૯ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ પહેલાં ૧૦૦ રન ૧૦૦ બૉલમાં બનાવ્યા હતા. જોકે ત્યાર બાદ ૧૬૪ રન ભારે આક્રમકતાપૂર્વક કર્યા હતા. ૪૮મી ઓવરમાં કુલસેકરાની બોલિંગમાં તેણે મારેલી સિક્સર સૌથી વધુ યાદગાર હતી. શ્રીલંકાએ વન-ડે સિરીઝ પહેલાં મુંબઈમાં એક વૉર્મ-અપ મૅચ રમી હતી જેમાં રોહિતે ૧૧૧ બૉલમાં ૧૪૫ રન ફટકાર્યા હતા. જોકે ત્યારે તેમને ખબર નહોતી કે રોહિત શર્મા ચોથી વન-ડેમાં આટલી આક્રમકતાથી રમશે.

રોહિતનો ૩૩ ચોક્કાનો પણ વર્લ્ડ રેકૉર્ડ

૨૬૪ રન રોહિત શર્માએ કર્યા હતા જે ઇન્ટરનૅશનલ વન-ડેનો રેકૉર્ડ હતો.

બે ડબલ સેન્ચુરી રોહિત શર્માએ ફટકારી છે. આવું કરનારો તે પહેલો બૅટ્સમૅન છે. નવેમ્બર ૨૦૧૩માં તેણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨૦૯ રન કર્યા હતા.

૬૫ ટકા રન રોહિત શર્માએ ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયાનો કુલ સ્કોર ૪૦૪ રન હતો.

૮૫.૨ ટકા રન એટલે કે ૧૨૮ રન તેણે પાંચમી વિકેટ માટે રૉબિન ઉથપ્પા સાથે કર્યા હતા, જેમાં રોહિતના ૧૦૯ રન હતા જે કોઈ પાટર્નરશિપમાં એક બૅટ્સમૅને કરેલા રનોમાં સૌથી વધુ હતા.

૩૩ ચોક્કા પોતાની ઇનિંગ્સમાં તેણે ફટકાર્યા હતા જે એક વર્લ્ડ રેકૉર્ડ છે. અગાઉનો રેકૉર્ડ ૨૫ ચોક્કાનો હતો જે સચિન તેન્ડુલકરના નામે હતો.

૧૬ છગ્ગાનો રેકૉર્ડ તેણે ઑસ્ટ્રેલિયા સામે ફટકારેલી ડબલ સેન્ચુરીનો છે જે પણ યથાવત્ છે. આ વખતે તેણે માત્ર ૯ છગ્ગા ફટકાર્યા હતા.

૧૫ બૉલમાં તે ૨૦૦ રનના સ્કોરથી ૨૫૦ સુધી પહોંચ્યો હતો. તેની પહેલી ફિફ્ટી ૭૨ બૉલમાં થઈ હતી.

ચમકારા

૪૦૦ કરતાં વધુ રન ટીમ ઇન્ડિયાએ પાંચ કરતાં વધુ વખત બનાવ્યા છે. અન્ય કોઈ પણ ટીમ આ પરાક્રમ બે કરતાં વધુ વખત નથી કરી શકી.

ટીમ ઇન્ડિયામાં ત્રીજી વિકેટ માટે ૨૦૦ કરતાં વધુ રનની પાટર્નરશિપ ૮ વખત થઈ છે. જે પૈકી પાંચ વખત વિરાટ કોહલી હતો.

બે વખત ૧૫૦ કરતાં વધુ રન રોહિત શર્માએ ફટકાર્યા છે, સચિન તેન્ડુલકરે આ પરાક્રમ પાંચ વખત કર્યું છે.

વન-ડેના ટૉપ ૧૦ સ્કોરર


ખેલાડીનું નામ

રન

બૉલ

કોની સામે

ક્યારે

રોહિત શર્મા (ભારત)

૨૬૪

૧૭૩

શ્રીલંકા

નવે ૧૩ ૨૦૧૪

વીરેન્દ્ર સેહવાગ (ભારત)

૨૧૯

૧૪૯

વેસ્ટ ઇન્ડીઝ

ડિસેમ્બર ૮, ૨૦૧૧

રોહિત શર્મા (ભારત)

૨૦૯

૧૫૮

ઑસ્ટ્રેલિયા

નવેમ્બર ૨, ૨૦૧૩

સચિન તેન્ડુલકર (ભારત)

૨૦૦

૧૪૭

સાઉથ આફ્રિકા

ફેબ્રુ ૨૪, ૨૦૧૦

સી.કે.કોવેન્ટરી (ઝિમ્બાબ્વે)

૧૯૪

૧૫૬

બંગલા દેશ

ઑગ ૧૬, ૨૦૦૯

સઈદ અનવર (પાકિસ્તાન)

૧૯૪

૧૪૬

ભારત

મે ૨૧, ૧૯૯૭

વિવિયન રિચર્ડ્સ (વેસ્ટ ઇન્ડીઝ)

૧૮૯

૧૭૦

ઇંગ્લૅન્ડ

મે ૩૧, ૧૯૮૪

માર્ટિન ગપ્ટિલ (ન્યુ ઝીલૅન્ડ)

૧૮૯

૧૫૫

ઇંગ્લૅન્ડ

જૂન ૨, ૨૦૧૩

સનથ જયસૂર્યા (શ્રીલંકા)

૧૮૯

૧૬૧

ભારત

ઑક્ટોબર ૨૯, ૨૦૦૦

ગૅરી કર્સ્ટન (સાઉથ આફ્રિકા)

૧૮૮

૧૫૯

UAE

ફેબ્રુઆરી ૧૬, ૧૯૯૬


સોશ્યલ મીડિયા પર રોહિત છવાયો

ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પણ રોહિત શર્મા છવાયેલો રહ્યો હતો. કેટલાંક મજેદાર ટ્વીટ્સ...

૧૩ રનથી મૅચ જીત્યો રોહિત.

વન-ડેમાં ૨૦૦ કરતાં વધુ રન માત્ર ત્રણ ભારતીયોએ જ ફટકાર્યા છે.

ખૂબ જ સરળતાથી વીરેન્દર સેહવાગનો રેકૉર્ડ તોડ્યો.

એક સમય હતો જ્યારે સમગ્ર ટીમ ૨૬૪ રન કરતી હતી, હવે આટલા રન માત્ર રોહિત જ કરે છે.

અનુષ્કા શર્માએ રોહિત શર્માને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, કારણ કે તે વિરાટ કરતાં ફાસ્ટ છે અને લાંબું ટકે છે.

તામિલનાડુના મુખ્ય પ્રધાને કરી રોકડ ઇનામની જાહેરાત.

બેન્ગાલ ક્રિકેટ અસોસિએશને ૨.૬૪ લાખ રૂપિયાના ઇનામની કરી જાહેરાત.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2014 03:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK