વર્લ્ડ કપમાં રોહિત અને લોકેશે પહેલી વિકેટ માટે ભારતની સૌથી મોટી ભાગીદારી

London | Jul 02, 2019, 20:31 IST

ભારતે પહેલીવાર પહેલી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી નોંધાવી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતના ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે રેકોર્ડ 180 રનની ભાગીદારી નોંધાવી હતી. જે એક ભારત માટે રેકોર્ડ છે.

રોહિત શર્મા અને લોકેશ રાહુલ
રોહિત શર્મા અને લોકેશ રાહુલ

London : વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતના ઓપનરોએ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે પહેલીવાર પહેલી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી નોંધાવી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતના ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે રેકોર્ડ 180 રનની ભાગીદારી નોંધાવી હતી. જે એક ભારત માટે રેકોર્ડ છે. રોહિત શર્માએ આ મેચમાં 104 રનની આક્રમક ઇનીંગ રમી હતી અને લોકેશ રાહુલે પણ શાનદાર 77 રન કર્યા હતા.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

વર્લ્ડ કપમાં પહેલી વિકેટ માટે ભારતની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનના નામે હતી.
2015ના વર્લ્ડ કપમાં હેમિલ્ટનમાં આયર્લેન્ડ સામે આ રેકોર્ડ નોંધાયો હતો. રોહિત અને શિખરે તે મેચમાં પહેલી વિકેટ માટે 174 રનની ભાગીદારી નોંધાવી હતી. વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો તે શ્રીલંકાના ઉપુલ થરંગા (133) અને તિલકરત્ને દિલશાન (144)ના નામે છે. આ જોડીએ 2011 વિશ્વ કપમાં પ્રથમ વિકેટ માટે ઝિમ્બાબ્વે સામે 282 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

બાંગ્લાદેશ સામેની મેચમાં રેકોર્ડ સદીની સાથે રોહિત શર્માએ પોતાની વન ડે કારકિર્દીમાં
26મી સદીની મદદથી ઘણા ખાસ રેકોર્ડના લિસ્ટમાં પોતાનું નામ સામેલ કર્યું છે. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ICC વર્લ્ડ કપની એક ટૂર્નામેન્ટમાં 4 સદી ફટકારનાર કુમાર સાંગાકારાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. વન-ડે ક્રિકેટમાં 26મી સદીની મદદથી હાલના વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નર (516) ને પછાડીને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. રોહિતના નામે હવે 544 રન છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK