પત્નીને કારણે રૉજર ફેડરર સ્વિસ પ્લેયર સાથે જ બાખડી પડયો

Published: 19th November, 2014 03:31 IST

સ્વિટ્ઝરલૅન્ડનો ટેનિસ-સ્ટાર રૉજર ફેડરર ટેનિસ-વિશ્વના સૌથી જાણીતા ચહેરાઓમાંનો એક છે.


પરંતુ હમણાં લંડનમાં એક ટુર્નામેન્ટની સેમી ફાઇનલ વખતે કંઈક એવું બન્યું કે ફેડરર અને તેના જ દેશનો નંબર ટૂ ખેલાડી સ્ટૅનિસ્લાસ વાવરિંકા બન્ને બાખડી પડ્યા. ટેનિસની દુનિયામાં સૌ જાણે છે કે ફેડરરની પત્ની મિર્કાને પતિદેવની મહત્વની મૅચો વખતે સ્ટેડિયમમાં હાજરી આપવાની ટેવ છે (તેણે પોતાના પતિની ૯૦૦થી પણ વધુ મૅચ રૂબરૂમાં જોઈ છે). માત્ર હાજરી આપીને જ તે સંતોષ નથી માનતી, રાડારાડી કરીને પતિ ફેડરરને પાનો પણ ચડાવતી રહે છે. એ ક્રમમાં આ વખતે ફેડરર અને વાવરિંકાની મૅચમાં પણ મિર્કા આગલી હરોળમાં જ હાજર હતી. ક્રિકેટથી તદ્દન વિપરીત ટેનિસમાં સર્વિસ દરમ્યાન સ્ટેડિયમમાં પિનડ્રૉપ સાઇલન્સ હોય છે. હવે બરાબર જ્યારે વાવરિંકા ફેડરરની સર્વિસ રિસીવ કરવાનો હતો ત્યારે જ મિર્કાએ કંઈક રાડ પાડી. એટલે વાવરિંકાએ રેફરીને ફરિયાદ કરી કે આને કહો કે સર્વિસ વખતે ચૂપ રહે. એટલે મિર્કાએ મોટેથી વાવરિંકાને ક્રાયબેબી કહીને ઉતારી પાડ્યો. બસ, મેદાન પર તો આટલેથી વાત અટકી ગઈ, પરંતુ મૅચ પૂરી થઈ કે ફેડરર અને વાવરિંકા બન્ને વચ્ચે ડ્રેસિંગ રૂમમાં દસ મિનિટ સુધી બરાબરની બોલાચાલી થઈ. વેલ, મૅચ તો જાણે ફેડરર જીતી ગયો, પણ આ ઝઘડાનું પરિણામ એ આવ્યું કે ફેડરરે ફાઇનલ માટે ક્વૉલિફાય થવા છતાં પોતાનું નામ પાછું ખેંચી લીધું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK