ડેવિસ કપની ફાઇનલમાં પણ ફેડરર કદાચ નહીં રમી શકે : જોકોવિચ

Published: Nov 18, 2014, 05:35 IST

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના જણાવ્યા પ્રમાણે પીઠમાં થયેલી ઈજાને લીધે ડેવિસ કપ ફાઇનલમાં રૉજર ફેડરર રમશે કે નહીં એ ચોક્કસ નથી.


રવિવારે ATP વર્લ્ડ ટૂર ફાઇનલના ખિતાબી જંગમાં મૅચ શરૂ થાય એ પહેલાં તે પીઠની ઈજાને કારણે ખસી ગયો હતો. પરિણામે સેમી ફાઇનલ મૅચમાં જપાનના કેઈ નિશિકોરીને હરાવીને ફાઇનલમાં પહોંચેલા નોવાક જોકોવિચને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. શુક્રવારે તેના જ દેશના ખેલાડી સ્ટૅન વાવરિન્કા સાથે થયેલી સેમી ફાઇનલ દરમ્યાન ફેડરરને પીઠનો દુખાવો ઊપડ્યો હતો. જોકે તેણે એ મૅચ ૪-૬, ૭-૫, ૭-૬થી જીતી લીધી હતી.

ટેનિસનો નંબર-ટૂ ખેલાડી ફાઇનલમાં નહીં રમે એની ખબર પડતાં નોવાક જોકોવિચે તેની સાથે વાતચીત કરી હતી જેમાં તેણે ડેવિસ કપ ફાઇનલમાં રમશે કે નહીં એના પર પ્રશ્નાર્થચિહ્ન મૂક્યું હતું. ફેડરર ફાઇનલ મૅચમાંથી ખસી જતાં સતત ત્રીજી વખત નોવાક જોકોવિચે ATP ટૂર ફાઇનલના ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK