રૉજર ફેડરરને જોવી છે બૉલીવુડની ક્લાસિક મૂવી

મુંબઈ | Oct 04, 2019, 12:34 IST

સ્વિટ્ઝરલૅન્ડના સ્ટાર ટેનિસ પ્લેયર રૉજર ફેડરરને બૉલીવુડની ક્લાસિક ફિલ્મ જોવી છે.

રૉજર ફેડરર
રૉજર ફેડરર

સ્વિટ્ઝરલૅન્ડના સ્ટાર ટેનિસ પ્લેયર રૉજર ફેડરરને બૉલીવુડની ક્લાસિક ફિલ્મ જોવી છે. રૉજર ફેડરરે હાલમાં જ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘કોઈ ફિલ્મ માટે સજેશન આપી શકો છો? અવેન્જર્સ અસેમ્બલ્સ અથવા તો એક્વામૅન?’ તેણે વધુ એક ટ્વીટ કર્યું હતું કે બૉલીવુડની કોઈ ક્લાસિક ફિલ્મ?

આ ટ્વીટ બાદ ઘણા લોકો તેને વિવિધ ટ્વીટ કરી સજેશન આપી રહ્યા છે. કેટલાક ‘બાહુબલી’, ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’, ‘શોલે’, ‘દીવાર’, ‘હેરા ફેરી’, ‘લગાન’, ‘દંગલ’, ‘જોધા અકબર’ અને ‘૩ ઇડિયટ્સ’ જેવી ફિલ્મોના સજેશન આપી રહ્યા છે. જોકે એક વ્યક્તિએ ટ્વીટ કર્યું હતું કે હૉલીવુડ અને બૉલીવુડની ક્લાસિક ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યોનેર’ જોઈ શકાય છે.

આ પણ વાંચો : ઇમરાન નફરતને નહીં, અમન અને શાંતિને પ્રમોટ કરે એવી આશા છે: હરભજન સિંહ

આ ટ્વીટનો જવાબ આપતાં રૉજર ફેડરરે કહ્યું હતું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ ફિલ્મ મેં હજી સુધી નથી જોઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK