સ્વિઝ સરકારે ફેડરરને ચાંદીના સિક્કામાં સ્થાન આપ્યું, હયાતીમાં આવું સન્માન મેળવના પહેલો ખેલાડી બનશે

Published: Dec 03, 2019, 20:25 IST | Switzerland

આ સિક્કાની ખાસ વાત એ છે કે સ્વિત્ઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ટેનિસ રેકેટ સાથે જોવા મળશે. રોજર ફેડરરને ખાસ સન્માન આપવા માટે સ્વિઝરલેન્ડ સરકારે આ ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

રોજર ફેડરરને મળશે ચાંદીના સિક્કામાં સ્થાન
રોજર ફેડરરને મળશે ચાંદીના સિક્કામાં સ્થાન

ટેનિસ દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરના નામે વધુ એક સિદ્ધી નોંધાવવા જઇ રહી છે. સ્વિઝરલેન્ડની ટંકશાળ સ્વીઝિમટ આગામી મહિનામાં 20 સ્વીઝ ફ્રેક (સ્વિઝરલેન્ડનું સ્થાનિક ચલણ) મૂલ્યનો એક સિલ્વર કોઈન જારી કરશે. આ સિક્કાની ખાસ વાત એ છે કે સ્વિત્ઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ટેનિસ રેકેટ સાથે જોવા મળશે. રોજર ફેડરરને ખાસ સન્માન આપવા માટે સ્વિઝરલેન્ડ સરકારે આ ખાસ પ્લાન તૈયાર કર્યો છે.ફેડરર પોતાની હયાતીમાં આ સિક્કામાં સ્થાન મેળવનાર પહેલો વ્યક્તિ બનશે
રોજર ફેડરર દેશની એવી પ્રથમ પ્રતિષ્ઠિત વ્યક્તિ બની છે કે જે તેમની હયાતીમાં આ સિક્કા પર સ્થાન મેળવનાર પ્રથમ વ્યક્તિ બની છે. આ સન્માન અંગે રોજર ફેડરરે જણાવ્યું હતું કે સ્વિત્ઝર્લેન્ડ અને સ્વીસમિંટનો આ અવિશ્વસનીય માન-સન્માન માટે આભાર વ્યક્ત કર્યો છે.

સરકાર કુલ 95,000 સિક્કા જ બનાવશે અને તેની કિંમત 30 સ્વીત્ઝ ફ્રેંક રહેશે
સરકારના મતે ફેડરરના સિક્કા ફક્ત 95,000 જેટલા જ બનશે.જેની કિંમત 30 સ્વીત્ઝ ફ્રેક હશે. આ સિક્કામાં ફેડરર બેન્કહેડ કરતો દેશાશે, જ્યારે 50 સ્વીત્ઝ ફ્રેંકવાળા સિક્કામાં ડિઝાઈન અલગ હશે. બીજીબાજુ સ્વિત્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ફોર્બ્સના વર્ષ 2019માં રૂપિયા 667 કરોડની વાર્ષિક આવક સાથે સૌથી ધનવાન ખેલાડીની યાદીમાં પાંચમાં નંબર રહ્યો છે.

આ પણ જુઓ : Mithali Raj: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે આટલી બોલ્ડ અને બ્યૂટીફુલ

ફેડરર એન્ડોર્સમેન્ટની સાથે તેની એક્ટીવિટીમાં પણ રસ લે છે
ચાલુ વર્ષે 613 કરોડની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થઈ છે. મહત્વની વાત એ છે કે ફેડરર ફક્ત બ્રાન્ડ્સને ઓળખ અપાવવા માટે જ તેને એન્ડોર્સ નથી કરતા પરંતુ પોતાની એન્ડોર્સમેન્ટમાં પણ રસ લે છે. એટલે જ તો તેણે પગરખા (શૂઝ) બનાવતી એક કંપનીમાં રોકાણ કર્યું છે. આ સાથે ટેનિસ બાદ તેના વધુ શોખ વિશે તાજેતરમાં માહિતી મળી છે. ફેડરર અત્યાર સુધી આશરે 250 શૂઝની જોડી એકત્રિત કરી ચુક્યા છે. સ્વિત્ઝર્લેન્ડની પગરખા બનાવતી આ કંપની ઓન સાથે સમજૂતી બાદ ફેડરરે તેમના શૂઝ અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેમા જીવનની સફળતામાં કેટલીક વસ્તુની કેટલી મોટી ભૂમિકા ભજવે છે. તેણે કહ્યું હતું કે જરૂરી નથી તમે મારી માફક 250 શૂઝની જોડ એકત્રિત કરવાની આશા રાખો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK