Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૩૮ વર્ષે પણ હું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરું છું : રૉજર ફેડરર

૩૮ વર્ષે પણ હું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરું છું : રૉજર ફેડરર

20 November, 2019 11:13 AM IST | New Delhi

૩૮ વર્ષે પણ હું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરું છું : રૉજર ફેડરર

રૉજર ફેડરર

રૉજર ફેડરર


ટેનિસજગતનો લેજન્ડ રૉજર ફેડરર અનેક વખત પોતાની આગવી સ્ટાઇલથી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષતો રહે છે. ૩૮ વર્ષે પણ પોતાનામાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવાનો તે પ્રયાસ કરે છે. એક પ્રેસ-કૉન્ફરન્સમાં પોતાની ગેમ વિશે વાત કરતાં ફેડરરે કહ્યું હતું કે ‘મને નથી ખબર કે હું આગળ હજી કેટલું રમી શકીશ. મારી ધારણા પ્રમાણે હું કદાચ ૩૮-૩૯ વર્ષ સુધી રમી શકીશ. મને ખુશી છે કે હું આજે અહીં છું અને હજી બે વર્ષ જેટલું રમી શકીશ.’
ટેનિસજગતમાં ફેડરર, જૉકોવિચ અને નડાલ જેવા દિગ્ગજો સાથે પણ તે અનેક વાર રમી ચૂક્યો છે. સ્વિટ્ઝરલૅન્ડના દુનિયાના નબંર-થ્રી પ્લેયર ફેડરરનું કહેવું છે કે ‘દરેક પ્લેયર પોતાની એક અલગ ટૅલન્ટ લઈને ગેમમાં આવે છે, કોઈક મૂવમેન્ટમાં, કોઈક પાવરમાં તો કોઈક વ્યૂહાત્મક વલણ અપનાવે છે. તેમને જોઈને મને હંમેશાં લાગે છે કે હું હજી પણ ઇમ્પ્રૂવ કરી શકું છું. હું જ્યારે કોઈ જગ્યાએ રમવા જાઉં છું ત્યારે માત્ર રમવા માટે નથી જતો, હું એને એન્જૉય કરું છું અને નવી વસ્તુઓને અમલમાં મૂકવાનો પ્રયાસ કરું છું. અમે દરેક પ્લેયર એકબીજા સામે હારીએ છીએ, પણ સાથે-સાથે અમે કોઈ પણ ખેલાડી રિટાયર થવાનું પણ ઇચ્છતા નથી. અમે બધા એ જ ઇચ્છીએ છીએ કે બસ, શક્ય હોય એટલું રમતા રહીએ.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 11:13 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK