Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Wimbledon 2019 : ટેનિસ સ્ટાર રોજર ફેડરર ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

Wimbledon 2019 : ટેનિસ સ્ટાર રોજર ફેડરર ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

04 November, 2019 04:48 PM IST | London

Wimbledon 2019 : ટેનિસ સ્ટાર રોજર ફેડરર ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

રોજર ફેડરર

રોજર ફેડરર


Wimbledon : ટેનિસ સ્ટાર અને દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડન ઓપન 2019માં પોતાનો વિજય રથ ચાલુ રાખતા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ ટુર્નામેન્ટમાં એક અપસેટ પણ જોવા મળ્યો હતો. ક્રોએશિયાના સ્ટાર ટેનિસ ખેલાડી મારિન સિલિક ઉલટ ફેરનો શિકાર થયો હતો અને તે હારતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.




ફેડરરે ગ્રેટ બ્રિટનના જે ક્લાર્કને હરાવ્યો
વર્લ્ડ નંબર 3 અને દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનના જે ક્લાર્કને હરાવ્યો હતો. ફેડરરે 1 કલાક 37 મિનિટની મેચમાં જે ક્લાર્કને 6-1, 7-6 (7-3) અને 6-2 થી માત આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ નંબર 18 સિલિકને પોર્ટુગલના જોઆઓ સાઉસાએ માત આપી ટુર્નામેન્ટમાં અપસેટ સર્જ્યો હતો અને સિલિકને બહાર કર્યો હતો.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

સાઉસાએ સિલિકને હરાવી અપસેટ સર્જ્યો
પોર્ટુગલના જોઆઓ સાઉસાએ શાનદાર રમત રમતા વર્લ્ડ નંબર 18 સિલિકને 6-4, 6-4 અને 6-4 થી માત આપી હતી. આ જીત સાથે સાઉસા ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આમ સિલિક હારતા ટુર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જાયો હતો. તો બીજી તરફ મહિલા વિભાગમાં સિંગલ્સમાં ગ્રેટ બ્રિટનની યોહાના કોંટાએ પણ બીજા રાઉન્ડમાં જીત મેળવીને દબદબા ભેર ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. યોહાના કોંટાએ બીજા રાઉન્ડમાં 6-3 અને 6-4 થી બે સેટમાં જ ચેક ગણરાજ્યની કૈટરીના સિનિકોવાને માત આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 04:48 PM IST | London

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK