ધોનીએ અચાનક ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરતાં કેટલાક વિકેટકીપરો શા માટે ખુશ?

Published: Jan 02, 2015, 06:44 IST

સારા બૅટ્સમેન હોવા છતાં તેમની કરીઅર અધ્ધરતાલ જ રહી ગઈ હતીઑસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ-મૅચની સિરીઝ પૂરી થાય એ પહેલાં જ અચાનક ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવાના ટીમ ઇન્ડિયાના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણયને મિશ્ર પ્રત્યાઘાત મળ્યા છે. જોકે કેટલાક ક્રિકેટરો એવા છે જે ધોનીએ ટેસ્ટ-ક્રિકેટ છોડ્યું એનાથી મનમાં મલકાઈ રહ્યા છે.

જોકે આનું કારણ ધોની સાથે આ ક્રિકેટરોની કોઈ દુશ્મની નથી, પરંતુ વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે કૅપ્ટન કૂલ એક દાયકાથી ટીમ ઇન્ડિયાનો આધારરૂપ ખેલાડી હોવાનું છે. ધોની જ્યારથી ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થયો છે ત્યારથી દેશમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા તેની જ પેઢીના દસેક જેટલા ટૅલન્ટેડ વિકેટકીપરો માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. એમાંય ધોની ટેસ્ટ, વન-ડે અને T20 એમ ત્રણેય ફૉર્મેટ માટે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બન્યો ત્યારથી તો ટીમમાં તે અનિવાર્ય હોવાથી આમાંના લગભગ પાંચેક વિકેટકીપર તો સારા બૅટ્સમેન હોવા છતાં ટીમમાં તેમની આવન-જાવન થતી રહી છે અને સરવાળે કરીઅર જમાવી શક્યા નથી.

પરંતુ હવે કૅપ્ટન કૂલે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કહી છે એથી આ વિકેટકીપરોના અચ્છે દિન આવી શકે છે. ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં ધોનીને બદલે કૅપ્ટન સ્ટાર-બૅટ્સમૅન વિરાટ કોહલી બન્યો છે, પરંતુ વિકેટકીપર તરીકે વૃદ્ધિમાન સહા રહેશે એમ આ ખેલાડીઓને પણ આવનારા સમયમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન મળવાની આશા છે. રૉબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક, પાર્થિવ પટેલ, વૃદ્ધિમાન સહા જેવા કેટલાક વિકેટકીપરો ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થઈ ચૂક્યા છે અને થોડી-ઘણી મૅચો રમ્યા પણ છે, પરંતુ તેમની કરીઅર ધોનીના સતત સુપર પર્ફોર્મન્સને કારણે બરાબર જામી શકી નથી.

વિકેટકીપર બૅટ્સમેનોની ફર્સ્ટ-ક્લાસ કરીઅર પર નજર

ખેલાડી

મેચ

કુલ રન

હાઇએસ્ટ સ્કોર

સેન્ચુરી

કૅચ

સ્ટમ્પિંગ

રૉબિન ઉથપ્પા

૧૦૩

૬૮૭૫

૧૬૨

૧૫

૦૯૩

દિનેશ કાર્તિક

૧૨૪

૬૯૭૧

૨૧૩

૨૦

૩૦૧

૩૩

પાર્થિવ પટેલ

૧૪૩

૮૧૫૪

૨૦૬

૨૧

૩૫૩

૫૭

વૃદ્ધિમાન સહા

૬૫

૩૮૦૮

૧૭૮

૦૮

૧૬૬

૧૫

અંબાતી રાયડુ

૮૬

૫૫૨૩

૨૧૦

૧૫

૬૪

૦૦

નમન ઓઝા

૨૯

૪૯૬

૬૫

૦૦

૩૩

 

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK