આ દિગ્ગજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આપી અરજી

નવી દિલ્હી | Jul 27, 2019, 18:00 IST

આ ભારતીય દિગ્ગજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે અરજી કરી છે. એટલે કે ટીમ ઈન્ડિયાના કોચ બનવાની રેસમાં તેઓ સામેલ થઈ ગયા છે.

આ દિગ્ગજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આપી અરજી
આ દિગ્ગજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આપી અરજી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિતના બાકીના સપોર્ટ સ્ટાફ માટે આવેદનો મંગાવ્યા છે, જેના માટે અનેક દિગ્ગજો દાવેદારી કરી ચુક્યા છે. આ કડીમાં હવે એક ભારતીય દિગ્ગજ ઑલરાઉન્ડર અને પૂર્વ ફિલ્ડિંગ કોચ રોબિન સિંહનું નામ પણ સામેલ થઈ ગયું છે.

રોબિન સિંહે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે બીસીસીઆઈને આવેદન મોકલી દીધું છે. એક મહેનતી ક્રિકેટર અને કોચ રોબિન સિંહે ટીમ ઈન્ડિયા સિવાય અનેક ટીમોમાં 15 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી છે. આ દરમિયાન તેમણે પોતાની ટીમને અનેક ટાઈટલ પણ જીતાડ્યા છે.

રોબિન સિંહ વર્ષ 2007 થી 2009 સુધી ટીમ ઈન્ડિયાના ફીલ્ડિંગ કોચ રહી ચુક્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝની સાથે ટી-20 વર્લ્ડ કપની પહેલી સિઝન પોતાના નામે કરી હતી.

પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રોબિન સિંહને કોચિંગનો સારો એવો અનુભવ છે. રોબિન સિંહે ટીમ ઈન્ડિયાની નાની શાખા કહેવાતી અંડર 19 અને ઈન્ડિયા એ સાથે પણ પોતાનો અનુભવ વહેંચ્યો છએ. સાથે તેઓ આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના આસિસ્ટંટ કોચ પણ રહી ચુક્યા છે.

આ પણ જુઓઃ રાજકોટની આ 'ડાન્સિંગ ડોલ' મચાવી રહી છે ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ધમાલ

એક અખબાર સાથે વાત કરતા રોબિન સિંહ કહ્યું હતું કે, "વર્તમાન કોચના રહેતા ટીમ ઈન્ડિયા સતત વર્લ્ડ કપના બે સેમીફાઈનલ હારી છે. સાથે જ વર્લ્ડ ટી 20 ચેંપિયનશિપ પણ ભારતે ગુમાવી છે. પરંતુ હવે બદલવાનો સમય આવી ગયો છે. કારણ કે ટીમને આગામી વર્લ્ડ કપ માટે તૈયાર કરવાની છે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK