ઇન્ડિયાને વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમી ફાઇનલ ન જિતાડી શકવાનો પંતને છે અફસોસ

Published: 26th January, 2021 14:04 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

વર્લ્ડ કપ ૨૦૧૯માં ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સામે હારી જતાં ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી

રિષભ પંત
રિષભ પંત

ઑસ્ટ્રેલિયા સામે હાલમાં સમાપ્ત થયેલી બોર્ડર-ગાવસકર ટ્રોફીના હીરો રિષભ પંતે તાજેતરમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમી ફાઇનલ મૅચ જિતાડી ન આપી શકવાનું મને ઘણું દુઃખ છે.

આ સંદર્ભે એક મુલાકાતમાં પંતે કહ્યું કે ‘વર્લ્ડ કપ ૨૦૧૯થી લઈને અત્યાર સુધીની જર્ની ઘણી સારી રહી છે, જેમાં ઘણા ચડાવ-ઉતાર પણ આવ્યા હતા. વર્લ્ડ કપ એક ઘણી મોટી તક હતી, કેમ કે એ દર ચાર વર્ષે આવે છે. હું સેમી ફાઇનલમાં ૩૦ની આસપાસ રન કરીને આઉટ થયો હતો જેને લીધે ઘણો નિરાશ હતો. એ મારા માટે એક મોટી તક હતી. હું ખુશ નહોતો, કેમ કે હું મારી ટીમને મૅચ જિતાડી ન આપી શક્યો. મારી કરીઅરે વર્લ્ડ કપ બાદ કમબૅક કર્યું અને મેં ધીરે-ધીરે મારી ગેમ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, કેમ કે જીવનમાં હંમેશાં સુધારાની સંભાવના હોય જ છે. મેં છેલ્લાં બે વર્ષમાં અનુભવ્યું છે કે તમે કેટલો સુધારો કરો છો એની કોઈ સીમા નથી હોતી. મને લાગે છે કે સારી ઘટના ત્યારે બનશે જ્યારે તમે પોતાને શ્રેષ્ઠ બનાવી રાખશો અને એ બાબતે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરશો.’

વર્લ્ડ કપ ૨૦૧૯માં ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સામે હારી જતાં ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી. એ ટુર્નામેન્ટમાં પંતને શિખર ધવનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

બ્રિસ્બેન ટેસ્ટમાં પેઇને કૅચ છોડ્યા પછી પંતે શું વિચારીને મારી હતી સિક્સર?

ગૅબા ટેસ્ટ મૅચની વિક્ટરી વિશે જેટલી વાત કરો એટલી ઓછી છે. દિવસે-દિવસે ઇન્ડિયાના ઑસ્ટ્રેલિયન ટૂરના નવા-નવા કિસ્સા સામે આવી રહ્યા છે. એવામાં ગૅબા ટેસ્ટ મૅચમાં નાબાદ ૮૯ રનની પારી રમનાર રિષભ પંતે એ ઘટનાને યાદ કરી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને તેનો કૅચ છોડ્યો હતો અને ત્યાર બાદ તેણે સિક્સર ફટકારી હતી.

ગૅબા ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અને વિકેટકીપર ટિમ પેઇને નૅથન લાયનની બોલિંગમાં રિષભ પંતનો કૅચ છોડીને ભૂલ કરી હતી અને એ કૅચ છોડ્યા પછીના બીજા જ બૉલમાં પંતે સિક્સર ફટકારી દીધી હતી. એ ઘટના વિશે વાત કરતાં પંતે કહ્યું કે ‘જ્યારે પણ બૉલ મારા ક્ષેત્રમાં પડે ત્યારે હું તેને હિટ કરું જ છું. જો બૉલ વધારે ટર્ન લઈ રહ્યો હોય અને તમે તેને છોડી દો છો તો વાત બરાબર છે, પણ જો તમે શૉટ લગાડવા માગો તો તમે ચૂકી પણ શકો છો, કેમ કે સામાન્ય રીતે બૉલ એટલો ટર્ન નથી થતો. મેં વિચાર્યું કે બૉલ વધારે ટર્ન થઈ રહ્યો છે અને નૅથન ઘણો અનુભવી બોલર છે. મને ખબર હોય છે કે તે હજી એક બૉલ સ્ટમ્પ્સની બહાર ટર્ન કરશે. હું એ વાત સમજી ગયો કે તે બૉલને દૂર રાખીને ટર્ન કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એવામાં હું મારા ફુટવર્કનો ઉપયોગ કરીને તેની સામે મોટો શૉટ ફટકારવા તૈયાર હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK