આખરે રિષભ પંતે એ કર્યુ જેની માટે બધાને આશા હતી

Published: Jul 02, 2019, 19:37 IST

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019 ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર ફરી નિષ્ફળ સાબિત થયો હતો. બાંગ્લાદેશ સામેની મેચમાં રિષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો અને જવાબદારી વાળી ઈનિંગ રમી હતી.

રિષભ પંતે રમી મહત્વની ઈનિંગ
રિષભ પંતે રમી મહત્વની ઈનિંગ

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019 ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર ફરી નિષ્ફળ સાબિત થયો હતો. એક સમયે ભારતીય ટીમે 180 રન પર પહેલી વિકેટ ગુમાવી હતી ત્યારબાદ વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી જો કે વિરાટના આઉટ થયા પછી મિડલ ઓર્ડર ખાસ કરી શક્યું હતું નહી. લોકેશ રાહુલ આઉટ થયા પછી રિષભ પંતે મેદાનમાં એન્ટ્રી કરી હતી. છેલ્લા ઘણા સમયથી નંબર 4ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં રિષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો અને જવાબદારીવાળી ઈનિંગ રમી હતી. રિષભ પંતે શરુઆતમાં ઈનિંગને સમજીને પછી તાબડતોડ બેટિંગ કરી હતી.

રિષભ પંતે બાંગ્લાદેશની સામેની મેચમાં 48 રનની મહત્વની ઈનિંગ રમી હતી. ભારતીય ટીમ માટે ચોથા નંબરનો બેટ્સમેન એક સમસ્યા રહી છે. વર્લ્ડ કપની શરૂઆતમાં શિખર ધવનના ઈજાગ્રસ્ત થયા પછી વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું હતું જો કે વિજય શંકર ચોથા નંબરે ખાસ પ્રદર્શન કરી શક્યો હતો નહી ઈંગ્લેન્ડ સામે રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું હતું. રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે ખાસ પ્રદર્શન કર્યું હતું નહી જો કે બાંગ્લાદેશ સામે જરૂરી 48 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો: World Cup 2019 : રોહિત શર્માએ ક્રિકેટના ઇતિહાસમાં રચ્યો ઇતિહાસ, છોડ્યા બધાને પાછળ

રિષભ પંતની વર્લ્ડ કપમાં એન્ટ્રી એક નાટકિય રીતે થયો હતો. શિખર ધવન ઈજાગ્રસ્ત થતા રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યો હતો. શિખર ધવનના કવરના રૂપે રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ તેની હાફ સેન્ચુરીથી ચૂક્યો હતો જો કે ટીમ માટે મહત્વની ઈનિંગ રમી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK