ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે હાલમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉત્તરાખંડમાં આવેલી આફત માટેના બચાવકાર્યમાં પોતાનું યોગદાન આપતાં રિષભ પંતે પોતાની એક મૅચ-ફી ડોનેટ કરવાની જાહેરાત કરી છે અને સાથે-સાથે દેશવાસીઓને પણ આગળ આવીને મદદ કરવાની વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે પંતનો જન્મ હરિદ્વાર જિલ્લાના રુડકી શહેરમાં થયો છે. પોતાના આ માનવીય કાર્ય માટેની વાત જણાવતાં ટ્વિટર પર પંતે કહ્યું કે ‘ઉત્તરાખંડની આફતમાં લોકોએ જીવ ગુમાવ્યાથી ઘણું દુ:ખ થયું છે. બચાવકાર્ય માટે હું મારી એક મૅચ-ફી ડોનેટ કરવા માગું છું અને લોકોને પણ વિનંતી કરું છું કે તેઓ આને માટે આગળ આવીને મદદ કરે.’
આ ટ્વીટ પહેલાં ઉત્તરાખંડમાં આવેલી આફતમાં જીવ ગુમાવનારના પરિવારજનો પ્રત્યે પંતે શોક પ્રગટ કર્યો હતો.
ICC Test Rankingsમાં રોહિત શર્માએ મારી છલાંગ, પહોંચ્યા આ સ્થાન પર
28th February, 2021 14:11 ISTબે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક
28th February, 2021 13:33 ISTસાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર
28th February, 2021 13:30 ISTપુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી
28th February, 2021 13:26 IST