Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રિષભ પંત અને કુલદીપે હોટલમાં એવું શું કર્યું કે તેનો વીડિયો થયો વાયરલ

રિષભ પંત અને કુલદીપે હોટલમાં એવું શું કર્યું કે તેનો વીડિયો થયો વાયરલ

11 August, 2019 09:10 PM IST | Mumbai

રિષભ પંત અને કુલદીપે હોટલમાં એવું શું કર્યું કે તેનો વીડિયો થયો વાયરલ

રિષભ પંત અને કુલદીપે હોટલમાં એવું શું કર્યું કે તેનો વીડિયો થયો વાયરલ


Mumbai : ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન રિષભ પંત વેસ્ટઇન્ડીઝ સામેની અંતિમ ટી-20 મેચમાં તેમની લય હાંસલ કરી ચૂક્યા છે અને હવે તે વનડે મેચમાં જોરદાર પ્રદર્શન કરવા માટે ઉતાવળા છે. ત્રણ મેચની વનડે સીરીઝની પહેલી વનડે વરસાદમાં ધોવાઇ ગઇ છે. એવામાં 21 વર્ષના આ વિકેટકીપર બેટ્સમેને બીજી વનડેથી પહેલા ખૂબ પરસેવો પાડ્યો છે.





રવિવારે રિષભ પંતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો જેમા તે હોટલના કૉરિડોરમાં કુલદીપ યાદવ સાથે અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં સ્પિનર કુલદીપ યાદવ હોટલના કૉરિડોરમાં રિષભ પંતને બોલ નાખતા નજરે પડી રહ્યા છે. ગ્લવ્સ પહેરેલા પંતે કુલદીપની ટર્ન લેતી બોલને પકડતા જોવા મળી રહ્યા છે. પંતે આ વીડિયોને શેર કરતા લખ્યું- Where ? When ? What ? Who ? …. No sorry … I only know the “WHY’



આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

ખરાબ વાતાવરણના કારણથી પ્રેકટિસ ટળે નહીં, તે માટે ટીમ ઇન્ડિયાની બીજી વન ડેથી એક દિવસ પહેલા ઇન્ડોર પ્રેક્ટિસમાં તેમનો હાથ અજમાવ્યો. બીસીસીઆઇએ પ્રેક્ટિસ કરતા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓની તસવીરો શેર કરી છે. આ દરમિયાન હિટમેન રોહિત શર્માને મજાક સૂઝી અને તે ત્યાં છત્રી રાખીને બેટિંગ કરવા માટે તૈયાર નજરે પડી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 09:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK