Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ ઇન્ડિયન્સમાં પૉન્ટિંગે મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું : હાર્દિક પંડ

મુંબઈ ઇન્ડિયન્સમાં પૉન્ટિંગે મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું : હાર્દિક પંડ

04 June, 2020 11:20 AM IST | Mumbai
Agencies

મુંબઈ ઇન્ડિયન્સમાં પૉન્ટિંગે મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું : હાર્દિક પંડ

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા


ઇન્ડિયન ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે મુંબઈ ઇન્ડિયન્સના શરૂઆતના દિવસોમાં રિકી પૉન્ટિંગ તેના માટે ફાધર ફિગર જેવો હતો. હાર્દિક ૨૦૧૫થી મુંબઈ ઇન્ડિયન્સ સાથે રમી રહ્યો છે. શરૂઆતના સમયમાં રિકી પૉન્ટિંગે તેના કરીઅરમાં ખૂબ જ મદદ કરી હતી. આ વિશે હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ‘રિકી પૉન્ટિંગએ મારું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેમણે મારો તેમના બાળકની જેમ ખ્યાલ રાખ્યો હતો. તેઓ મારા પિતા તુલ્ય છે એવો મને અહેસાસ થતો હતો. તેમણે મને ઘણી બધી વસ્તુ શીખવી હતી. તેમણે મને પરિસ્થિતિને કેવી રીતે કાબૂ કરવી એ શીખવ્યું હતું. તેમણે મારું માઇન્ડેસેટ વધુ સ્ટ્રોન્ગ કર્યું હતું. ૨૦૧૫માં એક નવા પ્લેયર તરીકે હું હોર્ડિંગ્સની બાજુમાં બેસતો હતો. તેઓ મારી બાજુમાં બેસતા અને ગેમ વિશે મારી સાથે વાત કરતાં અને હું ખૂબ જ જલદી શીખી જતો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 11:20 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK