આ વર્ષે ગમે ત્યારે આઇપીએલ રમવા આરસીબી તૈયાર છે : માઇક હેસન

Published: May 18, 2020, 13:42 IST | Agencies | Bangalore

રૉયલ ચૅલેન્જ બૅન્ગલોર (આરસીબી)ના ડિરેક્ટર માઇક હસનનું કહેવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વવાળી આરસીબી ટીમ આ વર્ષે ગમે ત્યારે આઇપીએલ રમવા તૈયાર છે.

માઇક હેસન
માઇક હેસન

રૉયલ ચૅલેન્જ બૅન્ગલોર (આરસીબી)ના ડિરેક્ટર માઇક હસનનું કહેવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વવાળી આરસીબી ટીમ આ વર્ષે ગમે ત્યારે આઇપીએલ રમવા તૈયાર છે. કોરોના વૈશ્વિક મહાબીમારીને કારણે આઇપીએલની ૧૩મી સીઝન મોકૂફ રાખવામાં આવી છે. 

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હસનનું કહેવું છે કે ‘બીજા બધાની જેમ કૅમ્પમાં આવતાં અમને એકાદ અઠવાડિયાની વાર છે. સારી વાત એ છે કે અમે પ્લાનિંગ અને બીજી બધી બાબતોમાં બીજા કરતાં થોડા અગ્રેસર છીએ. દરેક વ્યક્તિ પોતાના કામમાં ધ્યાન આપવા માગે છે અને પોતાની પ્રયોરિટી નક્કી કરી રહી છે. તેમને હજી પણ આશા છે કે આ વર્ષે આઇપીએલ રમાશે અને જ્યારે પણ એ ટુર્નામેન્ટ રમાશે આરસીબીની ટીમ મેદાનમાં ઊતરવા માટે તૈયાર રહેશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK