સેમી ફાઈનલમાં હાર પણ સર જાડેજાએ જીત્યા દિલ

Published: Jul 10, 2019, 20:15 IST

રવિન્દ્ર જાડેજા ન્યુ ઝીલેન્ડ સામે પ્રેશર વગર રમ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 59 બોલમાં 77 રનની લડાયક ઈનિંગ રમી હતી.

હાફ સેન્ચુરી ફટકાર્યા પછી રવિન્દ્ર જાડેજા
હાફ સેન્ચુરી ફટકાર્યા પછી રવિન્દ્ર જાડેજા

સેમી ફાઈનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. સેમી ફાઈનલમાં ન્યુ ઝીલેન્ડ સામે 18 રને હાર થઈ હતી. ટીમ ઈન્ડિયાએ ભલે હારનો સામનો કરવો પડ્યો હોય પણ ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર સર જાડેજાએ તેના પદર્શનથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. એક સમયે ભારતીય ટીમે 100 રનની અંદર ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવી દિધી હતી. ત્યારે ક્રિઝ પર ધોનીને સાથ આપવા સર જાડેજા આવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા ન્યુ ઝીલેન્ડ સામે પ્રેશર વગર રમ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 59 બોલમાં 77 રનની લડાયક ઈનિંગ રમી હતી. 77 રનની જુસ્સાવાળી ઈનિંગમાં જાડેજાએ 4 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા અને ન્યુ ઝીલેન્ડના શ્વાસ અધ્ધર કર્યા હતા. જાડેજા અને ધોની વચ્ચે શતકીય પાર્ટનરશિપ થઈ હતી. જાડેજાની ઈનિંગના કારણે ભારતીય ટીમ જીત તરફ આગળ વધી હતી અને 5 વિકેટ ગુમાવ્યા પછી પણ જાડેજાએ ભારતીય ફેન્સમાં જીતની આશા અમર રાખી હતી.

આ પણ વાંચો: World cup: રોળાયુ ટીમ ઈન્ડિયાનું સપનું, જાડેજા અને ધોનીની લડાયક ઈનિંગ

47મી ઓવરમાં 6 મારવાનો પ્રયત્ન કરવા જતા જાડેજા કેચ આઉટ થયો હતો. જાડેજાના આઉટ થતાની સાથે જ ભારતીય ટીમના ફાઈનલમાં પહોચવાના અડધા સ્વપ્ન પર પાણી ફરી વળ્યા હતા. જાડેજાની સાથે સાથે ધોનીએ 50 રનની ઈનિંગ રમી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK