જાડેજાએ જીત્યું દિલ, જામનગરના રાજવીએ પત્ર લખી કરી પ્રશંસા

જામનગર | Jul 11, 2019, 17:51 IST

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જાડેજાએ પોતાની ઈનિંગથી લોકોનું દિલ જીતી લીધું છે. જેમની જામનગરના રાજવીએ પણ પ્રશંસા કરી છે.

જાડેજાએ જીત્યું દિલ
જાડેજાએ જીત્યું દિલ

જાડેજાએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જે ઈનિંગ રમી તેની ચર્ચા અત્યાર સુધી થઈ રહી છે. ભારતીય ટીમના ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 59 બૉલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 77 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને નાલેશીજનક હારમાંથી બચાવી હતી.

જાડેજાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે અને હવે તેમાં જામનગરના રાજવી પણ જોડાયા છે. જામસાહેબે ખાસ પત્ર લખીને જાડેજાની પ્રશંસા કરી છે. પત્રમાં જામ સાહેબે લખ્યું છે કે, "ભારત જીતી ન શક્યું એ દુઃખની વાત છે. પરંતુ આ રમતના દરેક ક્ષેત્રમાં તમે જે પર્ફોર્મન્સ આપ્યું છે તેના પર મને ગર્વ છે. વેલ ડન."

JAM SAHEB LETTER

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ કહ્યું હાર સ્વીકારવી મુશ્કેલ, જાડેજા અને ધોનીના કર્યા વખાણ

મહત્વનું છે કે ગઈકાલે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતના પરાજય થયો હતો. એક સમયે તો ભારતની પાંચ રનમાં 3 વિકેટ હતી. જો કે બાદમાં મહેન્દ્રસિંહ ધોની અને જાડેજાએ બાજી સંભાળી અને 7મી વિકેટની ભાગીદારીમાં 116 રન ફટકાર્યા હતા. બંનેનું ફોક્મ જોતા એક સમયે તો એવી સ્થિતિ આવી હતી કે ન્યૂઝીલેન્ડના હાથમાંથી મેચ જતો રહ્યો હતો. જો કે બાદમાં તેમની વિકેટ જતા ન્યૂઝીલેન્ડે મેચ જીતી અને ફાઈનલમાં પ્રવેશ મેળ્યો છે. જો કે જ્યાં જુઓ ત્યાં ચર્ચા તો ન્યૂઝીલેન્ડની જીત કરતા માહી અને જાડેજાની ઈનિંગના જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK