IPL 2020: રિટાયરમેન્ટમાંથી પાછો આવ, ક્રિકેટને તારી ખાસ જરૂર છે

Published: 14th October, 2020 15:03 IST | IANS | Sharjah

આઇપીએલની આ સીઝનમાં તેણે અત્યાર સુધી ૨૨૮ રન બનાવી લીધા છે.

ડિ વિલીયર્સ
ડિ વિલીયર્સ

સોમવારે કલકત્તા સામે ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર એબી ડિવિલિયર્સની ૩૩ બૉલમાં ૬ સિક્સર અને પાંચ ફોર સાથેની અણનમ ૭૩ રનની ઇનિંગ્સે ચાહકો, ક્રિકેટપંડિતો વગેરેને મોહી લીધા હતા. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં ટીમના હેડ-કોચ રવિ શાસ્ત્રીઅે તો તેને રિટાયરમેન્ટ છોડીને પાછો ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાનું શરૂ કરવાની વિનંતી કરી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘આને કહેવાય પૈસા વસૂલ. ગઈ કાલે જે થયું અે અવાસ્તવિક હતું. મનમાંથી એક જ અવાજ આવતો હતો કે એબી ડિવિલિયર્સ, તારે રિટાયરમેન્ટમાંથી પાછુ આવવું પડશે અને ફરી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવું પડશે. ક્રિકેટને તારી જરૂર છે. તારા આવવાથી ક્રિકેટ વધુ મજેદાર થઈ જશે.’
૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વન-ડે અને ૭૮ ટી૨૦ રમ્યા બાદ ૨૦૧૮માં એબી ડિવિલિયર્સે રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. ગયા વર્ષે વર્લ્ડ કપમાં રિટાયરમેન્ટ છોડીને રમવા આવી રહ્યો હોવાની વાતો થવા માંડી હતી અને તે પણ તૈયાર થઈ ગયો હતો, પરંતુ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે અે નિયમોની વિરુદ્ધ હોવાનું કહીને તેને ના પાડી દીધી હતી. આઇપીએલની આ સીઝનમાં તેણે અત્યાર સુધી ૨૨૮ રન બનાવી લીધા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK