કિંગ્સ ઇલેવન પંજાબમાં કુંબલેસર પાસેથી શક્ય એટલું શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું : રવિ બિશ્નોઈ

Published: Sep 08, 2020, 13:36 IST | IANS | Melbourne

ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી અન્ડર-19 વર્લ્ડ કપમાં રમ્યા બાદ રવિ બિશ્નોઈ આ વર્ષે આઇપીએલમાં ડેબ્યુ કરી રહ્યો છે. તે કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમશે

રવિ બિશ્નોઇ
રવિ બિશ્નોઇ

ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી અન્ડર-19 વર્લ્ડ કપમાં રમ્યા બાદ રવિ બિશ્નોઈ આ વર્ષે આઇપીએલમાં ડેબ્યુ કરી રહ્યો છે. તે કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમશે. તે કુંબલે પાસેથી શક્ય એટલું શીખવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સંદર્ભે વાત કરતાં રવિએ કહ્યું કે ‘કુંબલેસર વર્લ્ડના દિગ્ગજ સ્પિનર છે અને તેમના અનુભવથી હું ઘણું બધું શીખવા માગું છું, પછી એ મૅચનું ટેમ્પરામેન્ટ હોય, સ્કિલની વાત હોય, પરિસ્થિતિ સાચવવાની વાત હોય કે એ પછી બોલિંગ કરવાની વાત હોય, હું વિવિધ આયામો તેમની પાસેથી શીખવા માગું છું. તેમની પાસેથી બધું શીખી લેવાની મારી પાસે આ સારી તક છે. તેમણે મને કહ્યું છે કે પરિસ્થિતિ પ્રમાણે બોલિંગ કરવાની અને હું જે કરી શકું એ જરૂર કરતા રહેવું. લોકેશ રાહુલ પણ સારી વ્યક્તિ અને સારો કૅપ્ટન છે. તે હંમેશાં પ્લેયરોને મદદ કરતો હોય છે અને પોતાના અનુભવો શૅર કરતો હોય છે. તેની કૅપ્ટન્સીમાં રમવા માટે હું આતુર છું. ટીમનું સેટઅપ ઘણું સારું છે અને મને લાગે છે કે આ વર્ષનું ટાઇટલ અમારી ટીમ જીતી શકે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK