Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ટ્રોફીઃઆજથી વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે ફાઈનલ

રણજી ટ્રોફીઃઆજથી વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે ફાઈનલ

05 February, 2019 05:47 PM IST |

રણજી ટ્રોફીઃઆજથી વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે ફાઈનલ

ઉમેશ યાદવ અને ચેતેશ્વર પૂજારા

ઉમેશ યાદવ અને ચેતેશ્વર પૂજારા


રણજી ટ્રોફી તેના અંતિમ તબક્કામાં છે. 85મી રણજી ટ્રોફીની ફાઈનલ શરૂ થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વિદર્ભ ટાઈટલ બચાવવા રમી રહ્યું છે. તો સૌરાષ્ટ્ર ત્રીજી વખત જીતીને ઈતિહાસ રચવા ઈચ્છી રહ્યું છે.

વિદર્ભે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ઉલ્લેખનીય છે બંને ટીમો ફાઈનલ સુધી પહોંચવામાં જબરજસ્ત ફોર્મ દર્શાવ્યું છે. સેમીફાઈનલમાં વિદર્ભે વિદર્ભે કેરળને એક ઇનિંગ્સ અને 11 રનથી હરાવ્યું હતું. તો સામે સૌરાષ્ટ્રે પણ ચેતેશ્વર પૂજારા અને શેડન જેક્સનની જબરજસ્ત બેટિંગ સાથે કર્ણાટકને 5 વિકેટે પરાજય આપ્યો હતો.



આ પણ વાંચોઃ પુજારા-જાફર વચ્ચે જંગ જોરદાર


સૌરાષ્ટ્ર માટે ત્રીજી વખત ટ્રોફી જીતવાની ઉત્તમ તક છે. જો કે સામે વિદર્ભના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ જબરજસ્ત ફોર્મમાં છે. ઉમેશ યાદવે સેમીફાઈનલમાં 12 વિકેટ ઝડપી હતી. તો સૌરાષ્ટ્રને ચેતેશ્વર પૂજારા, શેડન જેક્સ અને જયદેવ ઉનડકટ ફાઈનલમાં જીત સુધી પહોંચાડે તેવી આશા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2019 05:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK