ભારતને અન્ડર-૧૯ની ટ્રોફી અપાવવામાં રાજકોટના બોલરનો મોટો ફાળો

Published: 10th October, 2011 20:09 IST

વિશાખાપટ્ટનમ: ભારતે ચાર દેશો વચ્ચેની અન્ડર-૧૯ ટુર્નામેન્ટ ગઈ કાલે જીતી લીધી હતી. ભારતે શ્રીલંકા સામેની એક્સાઇટિંગ ફાઇનલ પાંચ રનથી જીતી લીધી હતી. આ વિજયમાં રાજકોટના ૧૮ વર્ષની ઉંમરના લેફ્ટી પેસબોલર રુશ કલારિયાનું મોટું યોગદાન હતું.

 

ભારતે બૅટિંગ મળ્યા પછી આકાશદીપ નાથના પંચાવન રનની મદદથી ૫૦ ઓવરમાં ૧૬૮ રન કર્યા હતા. શ્રીલંકા ૪૬.૫ ઓવરમાં ૧૬૩ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. પંજાબના પેસબોલર સંદીપ શર્માએ ચાર અને રુશ કલારિયાએ ત્રણ વિકેટ લીધી હતી. ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તામિલનાડુના બાબા અપરાજિથને એક જ વિકેટ મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK