IPL 2020: ડુ પ્લેસિસની મહેનત નક્કામી ગઈ

Updated: 22nd September, 2020 23:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફૅન્સને ધોનીથી આશા હતી પરંતુ સાતમાં ક્રમે આવનાર ‘કૅપ્ટન કુલ’એ પહેલા 13 બોલમાં ફક્ત 10 રન કર્યા હતા.

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

રાજસ્થાન રૉયલ્સે પહેલી બેટિંગ કરતા 216 રન કર્યા હતા. જે સામે ચેન્નઈ સુપર કિંગ્સ 200 રન જ કરી શક્યું હતું. રાજસ્થાન રૉયલ્સનો 16 રને વિજય થયો હતો.

પહેલી છ ઓવર જોતા એવુ લાગ્યું કે કદાચ મેચ CSK જીતે જશે પરંતુ 20 બોલમાં 4 વિકેટ પડતા મેચ પલટાઈ ગઈ હતી. ધોની પણ છેક સાતમાં નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. ડુપ્લેસીસે પહેલા 18 બોલમાં 17 રન જ કર્યા હતા, પરંતુ તે પછી આક્રમક ઈનિંગ રમીને 37 બોલમાં એક ફોર અને સાત સિક્સ મારીને 72 રન કર્યા હતા, જોકે તેની આ મહેનત નકામી ગઈ હતી. ફૅન્સને ધોનીથી આશા હતી પરંતુ સાતમાં ક્રમે આવનાર ‘કૅપ્ટન કુલ’એ પહેલા 13 બોલમાં ફક્ત 10 રન કર્યા હતા. ત્યારબાદ છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સ મારીને અંતે 17 બોલમાં 29 રન કર્યા હતા.

faf

ટીમ માટે એક સારી શરૂઆત કર્યા બાદ શેન વોટસન 21 બોલમાં એક ફોર અને ચાર સિક્સ મારીને 33 રન, મુરલી વિજય 21 બોલમાં 21 રન, સેમ ક્યુરેન છ બોલમાં એક ફોર અને બે સિક્સ મારીને 17 રન, રુતુરાજ ગાયકવાડ પહેલા જ બોલમાં આઉટ અને કેદાર જાધવ 16 બોલમાં 22 રને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ બે બોલમાં એક રન ઉપર નોટઆઉટ હતો.

રાજસ્થાન રૉયલ્સના બોલર્સના આંકડા જોઈએ તો શ્રેયસ ઐયરે ચાર ઓવરમાં 38 રન આપીને એક વિકેટ લીધી હતી. જયદેવ ઉનદકટે ચાર ઓવરમાં 44 રન આપ્યા પરંતુ એકેય વિકેટ લીધી નહોતી. જોકે રાહુલ તેવેતિયાએ ચાર ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 26 રન આપીને મહત્વની વિકેટ (ડુ પ્લેસિસની) લીધી હતી. ટોમ ક્યુરને ચાર ઓવરમાં 54 રન આપીને એક વિકેટ લીધી હતી.

First Published: 22nd September, 2020 23:14 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK