IPL 2019 : મુંબઇ સામે રાજસ્થાને સતત ચોથી જીત મેળવી

જયપુર | Apr 21, 2019, 11:33 IST

મુંબઇ સામેની રોમાંચક મેચમાં 162 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 5 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. આમ આ જીત સાથે રાજસ્થાનની ટીમે મુંબઈ સામે સતત ચોથી મેચ જીત્યું હતું.

IPL 2019 : મુંબઇ સામે રાજસ્થાને સતત ચોથી જીત મેળવી
રાજસ્થાનની 5 વિકેટે જીત

આઇપીએલમાં શનીવારે મુંબઇ સામેની રોમાંચક મેચમાં 162 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 5 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. આમ આ જીત સાથે રાજસ્થાનની ટીમે મુંબઈ સામે સતત ચોથી મેચ જીત્યું હતું અને તે સાથે ટુર્નામેન્ટમાં જીવંત પણ રહ્યું છે. રાજસ્થાનના નવા સુકાની સ્ટીવ સ્મિથ અને રિયાન પરાગ વચ્ચેની ભાગીદારી મહત્વની પુરવાર થઇ હતી. બંનેએ ચોથી વિકેટ માટે 70 રન જોડ્યા હતા અને મુંબઈને મેચની બહાર કર્યું હતું. સ્મિથે 48 બોલમાં 59 રન અને પરાગે 29 બોલમાં 43 રન કર્યા હતા. બંને બેટ્સમેને પોતાની ઇનિંગ્સ દરમિયાન 5 ચોક્કા અને 1 સિક્સ ફટકારી હતી. મુંબઈ માટે રાહુલ ચહરે 3 વિકેટ ઝડપી હતી.

ડી કોકે ત્રીજી અડધી સદી નોંધાવી

મુંબઇએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. ઓપનર ડી કોકે ૪૭ બોલમાં છ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૬૫ રનની ઇનિંગ્સ રમી હતી. આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી છે. સૂર્યકુમારે ૩૪ તથા હાર્દિકે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. શ્રેયસ ગોપાલે ૨૧ રનમાં બે વિકેટ ખેરવી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK