Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આવતી કાલે વરસાદ બની શકે વિલન

આવતી કાલે વરસાદ બની શકે વિલન

27 July, 2012 05:48 AM IST |

આવતી કાલે વરસાદ બની શકે વિલન

આવતી કાલે વરસાદ બની શકે વિલન


india-lanka-rainકોલંબો: બન્ને ટીમો એક-એક મૅચ જીતી છે. ગઈ કાલે ઇન્ડોર પ્રૅક્ટિસ વખતે લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા બૅટિંગ કરતી વખતે બૉલ ગરદન પણ વાગતાં ઈજા પામ્યો હતો. તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. જોકે તેની ઇન્જરી ગંભીર ન હોવાનું મનાઈ રહ્યું છે. આવતી કાલની મૅચમાં ઓઝા રમશે કે નહીં એ વિશેનો નિર્ણય આજે પ્રૅક્ટિસ-સેશન બાદ લેવામાં આવશે. પહેલી બન્ને વન-ડેમાં ઓઝા કોઈ પ્રભાવ નહોતો પાડી શક્યો. તે બન્ને મૅચ મળીને ૬.૫ ઓવરમાં ૫૧ રન આપીને એક જ વિકેટ લઈ શક્યો હતો. ટીમમાં ઓઝા ઉપરાંત રવીચન્દ્ર અશ્વિન અને રાહુલ શર્મા બે સ્પેશ્યલિસ્ટ સ્પિનરો છે.

વરસાદનું વિધ્ન



હમ્બનટોટામાં બે મૅચ રમાયા બાદ હવે ત્રીજી અને ચોથી વન-ડે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે આવતી કાલની મહત્વની મૅચમાં વરસાદ વિલન બની શકે એમ છે અને ત્યાર બાદ મંગળવારની ચોથી વન-ડે વખતે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2012 05:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK