ચેન્નઈમાં પણ વરસાદ

Published: 10th September, 2012 06:10 IST

આવતી કાલે ન્યુ ઝીલૅન્ડ સામે છેલ્લી T20ચેન્નઈ: ભારત અને ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓને ૧૮ સપ્ટેમ્બરે શ્રીલંકામાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ પહેલાંની છેલ્લી T20 સિરીઝની શનિવારની વિશાખાપટ્ટનમની પ્રથમ મૅચ વરસાદને કારણે નહોતી રમવા મળી, પરંતુ આવતી કાલે (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર ક્રિકેટ એચડી પર સાંજે ૭.૦૦) પણ કદાચ નહીં રમવા મળે. ચેન્નઈમાં પણ દરરોજ વરસાદ પડે છે. બની શકે કે આવતી કાલે ૨૦-૨૦ને બદલે કદાચ ઓછી ઓવરોવાળી મૅચ રમાશે.

શનિવારે વિશાખાપટ્ટનમમાં હજારો પ્રેક્ષકો વરસાદને કારણે મૅચમાં વિઘ્ન આવવાની સંભાવના હોવા છતાં સ્ટેડિયમમાં આવ્યા હતા. તેઓ ખાસ કરીને કમબૅકમૅન યુવરાજ સિંહને જોવા આવ્યા હતા. જોકે મેઘરાજા વિઘ્નકર્તા બન્યા હતા અને મૅચ એક પણ બૉલ ફેંકાયા વિના છેવટે રદ થઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK