ગેઇલને શરૂઆતની સાત મૅચમાં ન રમાડવા સંદર્ભે રાહુલ કહે છે...

Published: 17th October, 2020 14:44 IST | Agencies | Mumbai

સિંહને ભૂખ્યો રાખવો જરૂરી છે

ગેઇલને શરૂઆતની સાત મૅચમાં ન રમાડવા સંદર્ભે રાહુલ કહે છે...
ગેઇલને શરૂઆતની સાત મૅચમાં ન રમાડવા સંદર્ભે રાહુલ કહે છે...

યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલ આખરે આઇપીઅેલની આ ૧૩મી સીઝનમાં મેદાનમાં ઊતર્યો હતો. ક્રિસ ગેઇલે આવતાંની સાથે ૪૫ બૉલમાં પાંચ સિક્સર અને અેક ફોર સાથે ૫૩ રનની ઇનિંગ્સ રમીને ટીમને સતત પાંચ મૅચની હારની હારમાળાને તોડીને જરૂરી જીતનું ટૉનિક આપ્યું હતું. કિંગ્સ ઇલેવન પંજાબે શરૂઆતમાં અન્ય પ્લેયરો ખાસ કરીને નિકોલસ પૂરનને મોકો આપવા ગેઇલને આરામ આપ્યો હતો. ત્યાર બાદ ફૂડ-પૉઇઝનિંગ થઈ જતાં બે મૅચ ગુમાવી હતી, પણ આવતાની સાથે ગેઇલે ગર્જના કરીને પંજાબ ટીમમાં જોશ ભરી દીધો હતો.
મૅચ બાદ પંજાબના કૅપ્ટન અને ૪૯ બૉલમાં પાંચ સિક્સર અને અેક ફોર સાથે અણનમ ૬૧ રનની ઇનિંગ્સ રમીને મૅન ઑફ ધ મૅચ બનનાર લોકેશ રાહુલે ગેઇલને મોડો મેદાનમાં ઉતારવા વિશે કહ્યું હતું કે તેને અત્યાર સુધી રમાડવાનો નિર્ણય અમારા માટે ખરેખર ખૂબ મુશ્કેલ હતો. ગેઇલ સિંહ જેવો છે અને સિંહને ભૂખ્યો રાખવો જરૂરી છે. તે જ્યારે પણ બૅટિંગ કરે છે ત્યારે ખતરનાક હોય છે. ૪૧ વર્ષની ઉમંરે પણ તે હજી ભૂખ્યો છે. તે પહેલા દિવસથી જ રમવા માટે તૈયાર હતો અને સખત પ્રૅક્ટિસ કરી રહ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK