સારું છે તમે મારા જેવું નથી રમતા : દ્રવિડે

Published: May 06, 2017, 07:53 IST

રાહુલ દ્રવિડે મૅચ-ફિનિશર કઈ રીતે બનવું એની તૈયારી કરવા આપી મહત્વની સલાહ

દિલ્હીના કોચ રાહુલ દ્રવિડે રિષભ પંત અને સંજુ સૅમસનની આક્રમક ઇનિંગ્સ જોયા બાદ આ બન્ને યુવા બૅટ્સમેનોને કહ્યું હતું કે સારું છે કે તમે મારી બૅટિંગના વિડિયો નથી જોયા. ગુજરાત સામે ૨૦૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પંતે ૯૭ અને સૅમસને ૬૧ રન બનાવ્યા હતા. આ બન્નેએ ૬૩ બૉલમાં ૧૪૩ રનની પાર્ટનરશિપ કરીને દિલ્હીને સાત વિકેટથી જીત અપાવી હતી. IPLની વેબસાઇટ પર મૂકવામાં આવેલા ઇન્ટરવ્યુમાં દ્રવિડે આ બન્નેને કહ્યું હતું કે ‘મને ખુશી છે કે તમે મારી બૅટિંગના વધુ વિડિયો નથી જોયા. ખાસ કરીને એવી પરિસ્થિતિ હોય જ્યારે ૨૦ ઓવરમાં ૨૦૯ રન બનાવવાના હોય. શાબાશ, હું સંજુ અને રિષભના પ્રદર્શનથી ખુશ છું. પરંતુ હું ઇચ્છું છે કે આ બન્ને મૅચ-ફિનિશર બને અને નૉટઆઉટ રહે. એક સારી ઇનિંગ્સને કઈ રીતે નૉટઆઉટ ઇનિંગ્સમાં પરિવર્તિત કરાય એ પણ શીખવું જોઈએ.’

દિલ્હીના કોચે રિષભ પંતના નિસ્વાર્થ અભિગમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘તે ૯૭ રન પર હોવા છતાં ૧૦૦ રનપૂરા કરવાના મામલે પરેશાન નહોતોતેમ જ હંમેશાં ટીમને જિતાડવાનો જ વિચાર કરતો હતો, પરંતુ હું કડક ટીચર છું. આïવતી વખતે તમે કામ પૂરું કરીને જ પાછા ફરશો એવી આશા રાખું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK